કચ્છના માંડવીના ગઢશીશા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.નાની મઉ વાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.ભારે ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. જ્યારે માંડવીના ભૈરયા, દુજાપર સહિતના ગામોમાં માવઠું પડ્યુ હતુ.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.સતત કમોસમી વરસાદને પગલે હાલ ખેડૂતોની ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે પહેલાથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેની અસરને કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
માર્ચ મહિનામાં વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે માર્ચમાં દિલ્હીમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો, તેથી 20 માર્ચ પછી મહત્તમ તાપમાન 38 અને 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, પરંતુ આ વર્ષે માર્ચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. IMDએ તેના અનુમાનમાં કહ્યું છે કે આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની અપેક્ષા નથી. પરંતુ આગામી ચાર દિવસમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…