Gujarati Video : ગોંડલમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો, ખેડૂતોને પાક નુકસાનની ભીતિ

|

Mar 24, 2023 | 11:11 AM

Gujarat Rain : આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે પવન સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જે અનુસાર રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

ઉનાળાની સીઝનમાં ચોમાસા જેવો માહોલ છવાયો

ગોંડલમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ઉનાળાની સીઝનમાં ચોમાસા જેવો માહોલ છવાયો છે. સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જો કે વરસાદના પગલે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

Next Video