Gujarati Video: કચ્છમાં ફરી કમોસમી વરસાદ, ભચાઉ, રાપર અને રામવાવમાં ધોધમાર વરસાદ ખાબક્યો

| Edited By: | Updated on: Mar 30, 2023 | 7:05 PM

Kutchh: કચ્છમાં ફરી માવઠાની શરૂઆત થઈ છે. ભચાઉના કણખોઈ, રાપરના ખેંગારપર અને રામવાવ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

કચ્છમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ભચાઉના કણખોઈ, રાપરના ખેંગારપર અને રામવાવ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નખત્રાણાના રવાપર અને લખપતના કેટલાક ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે વરસાદી માહોલ જામતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

માવઠાની સ્થિતિને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સતાવી રહી છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. આજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ માવઠુ થવાની આગાહી કરી છે. ત્યારે આગાહી અનુસાર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોના તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે.

બનાસકાંઠાના લાખણી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાખણીના કુડા, જસરા અને મોરાલ સહિતના ગામોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: Gujarati Video: બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકામાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા

બનાસકાંઠા પંથકમાં ફરી એક વખત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. બનાસકાંઠાના પાલનપુર, અમીરગઢ, થરાદ અને દાંતા પંથકમાં માવઠું થયું છે. અમીરગઢ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…