Gujarati Video : વડોદરા જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોનો 300 કરોડના સહાય પેકેજમાં સમાવેશ કરાયો

Gujarati Video : વડોદરા જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોનો 300 કરોડના સહાય પેકેજમાં સમાવેશ કરાયો

| Edited By: | Updated on: Apr 02, 2023 | 9:10 PM

બનાસકાંઠામાં ખેડૂતોએ બટાકા પ્રમાણમાં વાવેતર કર્યું હતું ને મબલક પાક પણ થયો હતો પરંતુ બટાટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનેક ખેડૂતોએ બટાકા નો પાક નીચા ભાવે વેચી માર્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે ત્યારબાદ સરકારે સહાય જાહેર કરી છે

ગુજરાતના વડોદરા અને પાટણ જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોનો 300 કરોડના સહાય પેકેજમાં સમાવેશ કરાયો છે. આ સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઑનલાઈન અરજી કરી શકાશે. વડોદરા જિલ્લાના ખેડૂતોએ CM ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન અને નાણાં પ્રધાનને રજૂઆત કરી હતી.જે બાદ CM ભૂપેન્દ્ર પટેલે ત્વરિત નિર્ણય કરી ખેડૂતોને મોટી રાહત આપી. કમોસમી વરસાદને પગલે વડોદરા જિલ્લામાં બટાકા ઉત્પાદક ખેડૂતને 5 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે.

 ખેડૂતને 600 કટ્ટાની મર્યાદામાં લગભગ 30,000 ની સહાય જાહેર

આ ઉપરાંત, બનાસકાંઠામાં ખેડૂતોએ બટાકા પ્રમાણમાં વાવેતર કર્યું હતું ને મબલક પાક પણ થયો હતો પરંતુ બટાટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનેક ખેડૂતોએ બટાકા નો પાક નીચા ભાવે વેચી માર્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે ત્યારબાદ સરકારે સહાય જાહેર કરી છે એક કિલો દીઠ એક રૂપિયો અને ખેડૂતને 600 કટ્ટાની મર્યાદામાં લગભગ 30,000 ની સહાય જાહેર કરી છે પરંતુ જે ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકા વાવ્યા છે અને ખેડૂતોને તેનો ખર્ચ પણ નીકળી નથી એ પ્રકારની અત્યારે સહાય જાહેર કરી છે.

આ પણ વાંચો : Gujarati Video: રૂપિયા લઇને અનાજ ન આપતા લોકોએ મચાવ્યો હોબાળો, જુઓ Video