Gujarati Video: વડોદરામાં હનુમાન જયંતિના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 700 પોલીસનો કાફલો તૈનાત
ઝોન-1ના ડીસીપીના જણાવ્યાનુસાર યાત્રાના રૂટ પર એક ડીઆઇજીનું સુપરવિઝન, 2 ડીસીપી 2 એસીપી, 18 પીઆઈ, 26 PSI,550 હેડ કોન્સ્ટેબલ-એએસઆઇ, 101 એસારપી સહિત ટોટલ 634 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ સિવાય ક્રાઇમની ટીમ, શી ટીમ અને ટ્રાફિક પોલીસ પણ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત 18 ડીપ પોઇન્ટ મૂકાયા છે અને ધાબા પોઇન્ટ પણ ગોઠવાયા છે.
વડોદરામાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો.. ત્યારે આવતીકાલે હનુમાન જયંતિને ધ્યાને રાખીને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળનારી બે શોભાયાત્રાને લઈને શહેરના આ વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે.. આ માટે પોલીસ અધિકારીઓ સહિત 700 પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ઝોન-1ના ડીસીપીના જણાવ્યાનુસાર યાત્રાના રૂટ પર એક ડીઆઇજીનું સુપરવિઝન, 2 ડીસીપી 2 એસીપી, 18 પીઆઈ, 26 PSI,550 હેડ કોન્સ્ટેબલ-એએસઆઇ, 101 એસારપી સહિત ટોટલ 634 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ સિવાય ક્રાઇમની ટીમ, શી ટીમ અને ટ્રાફિક પોલીસ પણ બંદોબસ્તમાં રહેશે. આ ઉપરાંત 18 ડીપ પોઇન્ટ મૂકાયા છે અને ધાબા પોઇન્ટ પણ ગોઠવાયા છે.
આ પણ વાંચો : રાજકોટમાં વધુ બે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, વૃદ્ધાના અવસાન બાદ કેર ટેકરે જ પચાવી પાડ્યુ ઘર
ઉલ્લેખનીય છે કે, રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો અને ઘર્ષણની ઘટના બાદ વડોદરા પોલીસ એકશનામાં આવી છે. જેમા સતત ચાલી રહેલા કોમ્બિંગ બાદ હવે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ડ્રોન દ્વારા સર્વે અને સર્ચ શરૂ કર્યું છે.જેમાં વડોદરા શહેરના ફતેહપુરા, હાથીખાના,ચાંપા નેર દરવાજા, યાકુતપુરા તથા આસપાસના વિસ્તારોમાં ડ્રોન સર્વે કરવામાં આવી રહ્યો છે.
તેમજ આગામી હનુમાન જયંતિ ઈદ સહિત ના તહેવારો ને લઈને અગમચેતી ના ભાગરૂપે ડ્રોન સર્વે કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પછી હનુમાન જયંતીની શોભાયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે તે રૂટ અને રામનવમીના દિવસે જે વિસ્તારોમાંથી પથ્થર મારો થયો હતો તે વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે, સર્ચ એન્ડ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…