Gujarati Video : બુલેટ ટ્રેનનો પીલર ધરાશાયી થતા મહિલાને પગમાં તથા મણકામાં ગંભીર ઇજા, જુઓ Video

|

Apr 09, 2023 | 9:20 AM

મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેનનો પીલ્લર ઉભો કરવા સમયે ઘટના ઘટી હતી. જેમાં લોખંડનું સ્ટ્રક્ચર BRTS ટ્રેકના રસ્તા પર પડ્યું હતું. ત્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલા પિલ્લર નીચે દબાઈ હતી.

દેશના સૌથી મોટા રેલવે પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, ઘોર બેદરકારી સામે આવી હતી. અમદાવાદના મણીનગર વિસ્તારમાં સાંજના સમયે કામગીરી દરમિયાન અચાનક જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પીલરનું સ્ટ્રકચર ધરાશાયી થયું હતું અને સ્ટ્રકચર નીચે મહિલા ફસાઈ જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફસાયેલી મહિલાને પગ તેમજ મણકામાં ઇજા

સ્ટ્રકચર નીચે ફસાયેલી મહિલાને હેવી ક્રેઇનની મદદ લઇને બહાર કાઢવામાં આવી હતી. પીલર પડતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને મહિલાને સારવાર મટે ખસેડવામાં આવી હતી. મહિલાને પગના ભાગે તેમજ મણકાના ભાગે પહોંચી છે. જોકે હાલમાં મહિલાની તબિયત સ્થિર છે. આ અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઇ ગયા અને ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય પણ સ્થળ પર દોડી આવ્યા.

આ પણ વાંચો:  Breaking News : મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી, એક મહિલા ઇજાગ્રસ્ત, જુઓ Video

લોખંડનું સ્ટ્રક્ચર BRTS ટ્રેકના રસ્તા પર પડ્યું

મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેનનો પીલ્લર ઉભો કરવા સમયે ઘટના ઘટી હતી. જેમાં લોખંડનું સ્ટ્રક્ચર BRTS ટ્રેકના રસ્તા પર પડ્યું હતું. ત્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલા પિલ્લર નીચે દબાઈ હતી. હેવી ક્રેઈનથી સ્ટ્રક્ચરને  ઉંચુ કરીને મહિલાને ગંભીર સ્થિતિમાં બહાર કઢાઈ છે. જ્યારે મહિલાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:17 am, Sun, 9 April 23

Next Video