અંબાજી મંદિરમાં ચાલતા પ્રસાદ વિવાદની વચ્ચે મંદિર પરિસરમાં ભાવિકો હોળી રમ્યા હતા, સવારથી જ માતાજીના દર્શન માટે ભાવિકોનો ખૂબ ધસારો હતો. મંગળા આરતીના દર્શન કર્યા બાદ ભાવિક ભક્તો મંદિર પરિસરમાં જ અબીલ ગુલાલની છોળી ઉડાડી હતી. અંબાજી મંદિર ખાતે અબીલ ગુલાલની સાથે સાથે ફુલની હોળી પણ રમવામાં આવી હતી. મંદિરમાં ભાવિક ભક્તો ઉપર ફુલની વર્ષા કરવામાં આવી હતી.
ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 207મો રંગોત્સવ ઉજવાયો હતો. સૌરભ પ્રસાદજી મહારાજ અને સંતોએ ગુલાલ ઉડાવીને ભક્તો સાથે ધૂળેટી ઉજવી હતી. રંગોત્સવમાં ડીજેમાં કીર્તન ભક્તિના તાલે હરિભક્તો ઝૂમી ઉઠયા હતા અને રંગબેરંગી પાણીની છોળો ઉડી હતી. વડતાલ ખાતે 3000 કિલો રંગબેરંગી ગુલાલ, 2 હજાર કિલો ફૂલો દ્વારા ધૂળેટી મનાવવામાં આવી હતી.
બોટાદના પ્રસિદ્ધ સાળંગપુર BAPS મંદિરમાં પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પૂજય મહંત સ્વામીની હાજરીમાં સમગ્ર મહોત્સવ ઉજવાયો હતો. આ ઉજવણીમાં હજારો હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને BAPS સંપ્રદાયના સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સાળંગપુર BAPS મંદિરમાં પાંચ વર્ષ બાદ ભવ્યાતિભવ્ય પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી