Gujarati video: ભૂજમાં બિસ્માર રસ્તાથી પ્રજા પરેશાન, સ્થાનિકોની વારંવાર રજૂઆત, પરીણામ શૂન્ય

|

Mar 27, 2023 | 10:50 PM

પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે. સાથે જ રોડ ફરી બનાવવા અંગે કડક સૂચના પણ આપી છે. પ્રમુખના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર રોડનું સમારકામ નહીં કરે તો તેનું પેમેન્ટ અટકાવી દેવામાં આવશે.

ભૂજનો સતત ધમધમતો સ્ટેશન રોડ છે જ્યાં બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના આ મુખ્યમાર્ગ પર સતત વાહનોની અવરજવરને કારણે રસ્તો બિસ્માર હતો, પરંતુ સતત નવો માર્ગ બનાવવા માટે ઉઠેલી ફરિયાદો બાદ બે મહિના પહેલા નગરપાલિકા તરફથી અહીં નવો RCCનો રસ્તો બનાવવામાં આવ્યો હતો.

2 મહિના પહેલા બનેલો રસ્તો ફરીથી તૂટ્યો

હજી બે મહિના પહેલા જ 30 લાખ રૂપિયાના ખર્ચે બનેલો આ રસ્તો ફરી તૂટી ગયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. RCCના રોડ પર તિરાડો પડી ગઈ છે, સાથે જ કપચી દેખાવા લાગી છે. જેથી સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે નારાજગી છે.

આ પણ વાંચો: Gujarati video: યુવરાજસિંહે સાવરકુંડલામાંથી ધોરણ 12નું કોમ્પ્યુટરનું પેપર લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરી

રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

આ અંગે જ્યારે પાલિકા પ્રમુખને પુછવામાં આવતા જાણવા મળ્યું કે પાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે. સાથે જ રોડ ફરી બનાવવા અંગે કડક સૂચના પણ આપી છે. પ્રમુખના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી કોન્ટ્રાક્ટર રોડનું સમારકામ નહીં કરે તો તેનું પેમેન્ટ અટકાવી દેવામાં આવશે.

કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માગ

આ પ્રકારે વારંવાર રસ્તા  બિસ્માર થઈ જતા લોકો ત્રાસી ગયા છે અને  આ રસ્તાના કામ કરનારા કોન્ટ્રાક્ટ વિરૂદ્ધ લોકો કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video