Gujarati Video: પાણીપુરી વેચતા એકમો પર AMCની તવાઈ, અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો, જુઓ Video

|

Apr 03, 2023 | 10:50 PM

દાબેલી, વડાપાઉ અને પફ વેચતા લારીવાળાઓને ત્યાંથી પણ અખાદ્ય જથ્થો ઝડપાયો. ખાસ કરીને અખાદ્ય સોસ અને ચટણીનો નાશ કરવામાં આવ્યો. કુલ 405 કિલો બિન આરોગ્ય પ્રદ અને અખાદ્ય ચીજવસ્તુઓનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. 

Gujarati Video: પાણીપુરી વેચતા એકમો પર AMCની તવાઈ, અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો, જુઓ Video

Follow us on

અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રી વેચતા એકમો પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું. કુલ 6 વોર્ડમાં 206 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 84 એકમોને નોટિસ આપી 56 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કેલિકો મિલ કમ્પાઉન્ડમાં અખાદ્ય પાણીપુરી વેચતા લારીવાળા ઝડપાયા. જેમની પાસેથી મળેલા સડેલા બટાકા અને પકોડીના પાણીનો નાશ કરવામાં આવ્યો હતો. દાબેલી, વડાપાઉ અને પફ વેચતા લારીવાળાઓને ત્યાથી પણ અખાદ્ય જથ્થો ઝડપાયો. ખાસ કરીને અખાદ્ય સોસ અને ચટણીનો નાશ કરવામાં આવ્યો. કુલ 405 કિલો બિન આરોગ્ય પ્રદ અને અખાદ્ય ચીજવસ્તુઓનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો  હતો.

આ પણ વાંચો:  Ahmedabad: Tea Postમાં ભાગીદારી છે એમ કહીને Conman કિરણ પટેલે અનેકને છેતર્યા, ટી પોસ્ટના માલિકને 200 એકર જમીનની પણ આપી લાલચ

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

સડેલા બટાકા ક્યાંથી લાવવામાં આવે છે તેની સઘન તપાસ કરવામાં આવી અને જ્યાંથી બટાકા આવતા હતા તે એકમને પણ સીલ કરવામાં આવ્યું છે. બીજી તરફ કુબેરનગર શાકમાર્કેટમાં એક યુનીટને સીલ કરી દેવામાં આવ્યું છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ પ્રકારે અમદાવાદ શહેરમાં અનેક જગ્યા પર ભેળસેળ કરવામાં આવતી હોઈ શકે છે.. જેથી તપાસ ટીમ હવે મોટાપાયે કાર્યવાહી કરવાના મૂડમાં છે તો બીજી તરફ બહારના ખાવાના શોખીનોએ ચેતી જવાની જરૂર છે.. કારણ કે, જીભને ભાવતો સ્વાદ ક્યારે તમારી તબીયત બેસ્વાદ કરી શકે છે. નોંધનીય છેકે થોડા દિવસ અગાઉ રાજકોટમાં પણ આ રીતે પાણીપુરી વિક્રેતાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article