Gujarati Video : ભાવનગરમાં હૃદયરોગના હુમલાના કારણે વધુ એક યુવાનનું મોત
મૃતક હરેશભાઇ ભાવનગર શિક્ષણ સમિતિના સભ્ય સંજયભાઈ બારૈયાના ભાઈ હતા. ત્યારે દર બીજા-ત્રીજા દિવસે આપણી આસપાસમાં જ અકાળે હાર્ટએટેકના આવા કિસ્સાઓ બનતા રહે છે. ખાસ કરીને કોરોના બાદ આ કિસ્સાઓ જાણે એકદમ જ વધ્યા છે. જે ચિંતાનો વિષય છે.
Bhavnagar : ભાવનગરમાં હૃદયરોગના (Heart attack) હુમલાના કારણે વધુ એક યુવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટના હેડ હરેશભાઈ બારૈયાને હાર્ટ એટેકનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો ભાવનગરમાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો, રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video
મૃતક હરેશભાઇ ભાવનગર શિક્ષણ સમિતિના સભ્ય સંજયભાઈ બારૈયાના ભાઈ હતા. ત્યારે દર બીજા-ત્રીજા દિવસે આપણી આસપાસમાં જ અકાળે હાર્ટએટેકના આવા કિસ્સાઓ બનતા રહે છે. ખાસ કરીને કોરોના બાદ આ કિસ્સાઓ જાણે એકદમ જ વધ્યા છે. જે ચિંતાનો વિષય છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો