Gujarati Video : નડિયાદ પાસેના સિલોડ ગામમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી વધુ એક ફેકટરી ઝડપાઇ,કાચા મટીરીયલનો જથ્થો વિદેશનો હોવાનું ખુલ્યુ

Gujarati Video : નડિયાદ પાસેના સિલોડ ગામમાંથી ડુપ્લીકેટ હળદર બનાવતી વધુ એક ફેકટરી ઝડપાઇ,કાચા મટીરીયલનો જથ્થો વિદેશનો હોવાનું ખુલ્યુ

| Edited By: | Updated on: Apr 10, 2023 | 5:38 PM

Kheda News : નડિયાદ પોલીસની તપાસ દરમિયાન વધુ એક ડુપ્લીકેટ હળદર બનાવતી વિશાળ ફેક્ટરી મળી આવી છે. નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવેલા સિલોડ ગામની સીમમાં પણ ડુપ્લીકેટ હળદર બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે.

ખેડા જિલ્લાના નડિયાદ પાસેના ગામમાંથી વધુ એક ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ પોલીસની તપાસ દરમિયાન વધુ એક ડુપ્લીકેટ હળદર બનાવતી વિશાળ ફેક્ટરી મળી આવી છે. નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાં આવેલા સિલોડ ગામની સીમમાં પણ ડુપ્લીકેટ હળદર બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ નહીં મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવેલો કાચા મટીરીયલનો જથ્થો વિદેશનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો-Ahmedabad : VS હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં છત ધરાશાયી થવા મામલે રાજકારણ ગરમાયુ, મેયરે હોસ્પિટલ સત્તાધીશો સાથે બેઠક કરી, વિપક્ષના નેતાએ બેઠકમાં હલ્લાબોલ કર્યુ

ખેડા જિલ્લાના નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. આ પહેલા નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળી હતી. જે પછી બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જોવા મળ્યુ હતુ. પોલીસે નકલી હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ હતુ. જે પછી હવે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ નકલી હળદર બનાવતી બીજી ફેકટરી ઝડપાઇ છે.

એક જ માલિકની બીજી ફેકટરી ઝડપાઇ

ઇન્ચાર્જ એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિલોડ ગામની સીમમાં આવેલા ફેક્ટરી પર પહોંચ્યો હતો. નડિયાદ મિલ રોડ પર આવેલા ફેક્ટરીના માલિકની જ આ ફેક્ટરી હોવાનું સામે આવ્યું હતુ. જે પછી મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવેલો કાચા મટીરીયલનો જથ્થો વિદેશનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે FSL સહીત ફૂડ એન્ડ ડ્રગની ટીમોએ મુદ્દામાલ કબ્જે કરી લેબ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા નડિયાદ ટાઉનમાં આ જ માલિકની નકલી હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published on: Apr 10, 2023 05:38 PM