Gujarati Video : રાજકોટના કાલાવડ રોડના અંડરબ્રિજમાં ઓઈલ ઢોળાતા ટુ વ્હીલર ચાલકોની દશા બેઠી, અનેક પટકાતા થયા ઈજાગ્રસ્ત
રાજકોટના કાલાવડ રોડ અંડરબ્રિજ પર કોઈ વાહનમાંથી લીક થતા ઓઈલ ઢોળાયું હોવાની ઘટના સામે આવી છે. ઓઈલ લીક થતા કેટલાક ટુ વ્હીલર ચાલકો નીચે પટકાયા હતા.
રાજકોટના ( Rajkot ) કાલાવડ રોડ અંડરબ્રિજ પર કોઈ વાહનમાંથી લીક થતા ઓઈલ ઢોળાયું હોવાની ઘટના સામે આવી છે. ઓઈલ લીક ( Oil leak) થતા કેટલાક ટુ વ્હીલર ચાલકો નીચે પટકાયા હતા. મોટાભાગના ટુ વ્હીલર ચાલકોને સામાન્ય ઈજા થઈ છે.
આ પણ વાંચો :Rajkot : વીરપુરમાં વીજ પુરવઠો ખોરવાયો, વીજળી મળે તેવી PGVCL સમક્ષ ખેડૂતોની માગ
જ્યારે એક બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા થતા સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને રસ્તા પર ઢોળાયેલુ ઓઈલ દૂર કરાયું હતું.
અમદાવાદના ચંદ્રનગર બ્રિજ પર ઢોળાયું હતુ ઓઇલ
તો આ અગાઉ અમદાવાદના પાલડીમાં ચંદ્રનગર બ્રિજ પર ઓઈલ ઢોળાયુ હતુ. રસ્તા પર ઓઇલ ઢોળાતા હાલ વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહનો લપસતા અનેક વાહનચાલકો ઈજાગ્રસ્ત થયા હોવાની બની હતી. રસ્તાની વચ્ચે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઓઈલ પર વાહનચાલકો સ્લીપ ન થાય તેની પોલીસે તકેદારી રાખતા અકસ્માત સર્જાતા અટક્યા હતા.
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
