Surat: સુરતમાં TP 49, 50 અને 51ની જૂની સોસાયટીને કબજો ખાલી કરવા નોટિસ આપતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે. જેને લઈ 50 જેટલી સોસાયટીના પ્રમુખો કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાની મુલાકાત કરી. મોટી સંખ્યામાં સ્થાનિકોએ વિનુ મોરડીયાને રજૂઆત કરી કે, મનપાએ સોસાયટીનો કબજો ખાલી કરવા માત્ર 5 દિવસનો સમય આપ્યો છે. ત્યારે, રજૂઆતને પગલે ધારાસભ્ય વિનુ મોરડીયાએ લોકોને હૈયાધારણા આપી.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી 6 જેટલી સોસાયટીના રહીશો વિરોધ પર ઉતર્યા છે. વરાછાના રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઝોન બનવાનું આયોજન થતા વિરોધ કરાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે, કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનતા રહીશોને અનેક સમસ્યા સર્જાશે. ટ્રાફિક, પ્રદૂષણ, અસામાજિક તત્વોનો ત્રાસ વધશે. તેમજ બાળકોને પણ મુશ્કેલી પડશે તેવા આક્ષેપ છે. સાથે જ સુરતની તક્ષશિલા જેવી ઘટના બની શકે છે તેવી પણ ભીતિ વ્યક્ત કરાઈ છે. જેથી સોસાયટીના રહીશોએ પાલિકા, કલેક્ટર અને સરકારને રજૂઆત કરી છે. તેઓએ આ મુદ્દે યોગ્ય નિકાલ લાવવાની માગ કરી છે. જો યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
આ પણ વાંચો: ISRO ને મોરારી બાપુએ આપ્યા અભિનંદન, નેપાળના કાઠમંડુમાં આદિત્ય L1 ને લઈ કહ્યુ-હનુમાનજીની છલાંગ સમાન સિદ્ધિ
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:28 pm, Sun, 3 September 23