Gujarati Video: Navsari: ચીખલીના સાદકપોર ગામના ઈન્ચાર્જ સરપંચ 20 હજારની લાંચ માગતા ઝડપાયા

Gujarati Video: Navsari: ચીખલીના સાદકપોર ગામના ઈન્ચાર્જ સરપંચ 20 હજારની લાંચ માગતા ઝડપાયા

| Edited By: | Updated on: Apr 04, 2023 | 11:40 AM

Navsari: ચીખલીના સાદકપોર ગામના ઈન્ચાર્જ સરપંચ લાંચ માગતા ઝડપાયા છે. ગામમાં કેરીનો વેપાર શરી કરવાના વાંધા પ્રમામપત્ર લખી આપવા લાંચ માગી હતી. સરપંચ અને તેના મળતિયાએ 20 હદાર રૂપિયાની લાંચ માગી હતી.

નવસારીના ચીખલી તાલુકાના સાદકપોર ગામના ઈન્ચાર્જ સરપંચ લાંચ માગતા ઝડપાયા છે. સરપંચ અને તેના મળતિયાએ 20 હજાર રૂપિયાની લાંચ માગી હતી. ગામમાં કેરીનો વેપાર શરૂ કરવાના  ના-વાંધા પ્રમાણપત્ર લખી આપવા લાંચ માગી હતી. લાંચ આપવા ન ઈચ્છતા વ્યક્તિએ ACBને જાણ કરી હતી. ફરિયાદ મળતા નવસારી ACBની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ. છટકામાં સરપંચ સંજય પટેલ અને તેના મળતિયા છોટુ પટેલ રંગેહાથ ઝડપાયા છે.

આ તરફ બિલિમોરાના આંતલિયા ગ્રામપંચાયતના મહિલા સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી છે. ઉપસરપંચ સહિત 10 સભ્યોએ અવિશ્વાસની લેખિત દરખાસ્ત કરતા રાજકારણ ગરમાયુ છે. વર્ષ 2021માં ડિસેમ્બરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 12 વોર્ડ સભ્ય ધરાવતી આ પંચાયતમાં સરપંચપદે ભાવના પટેલ વિજેતા બન્યા હતા. આ 12 વોર્ડમાંથી ઉપસરપંચ સહિત 10 વોર્ડના સભ્યોએ ભાવના પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.

આ પણ વાંચો: Gujarati Video : બાગાયતી વિસ્તાર નવસારીમાં કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન, ખેડૂતોને 90 ટકા પાક નિષ્ફળ જવાની ભીતિ

ઉપસરપંચ જયેશ પટેલ અને વોર્ડ સભ્ય સરસ્વતી રાઠોડ, મુકેશભાઈ પટેલ, વિરલ પટેલ, હસમુખ પટેલ, જશુબેન નાયકા, નીતા નાયકા, નિશા શાહ, રીટા રાઠોડ. ભાન રાઠોડે અવિશ્વાસનો પ્રસ્તાવ તલાટીને લેખિતમાં પાઠવ્યો હતો. આ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ હવે તલાટી કમ મંત્રી સરપંચને  દિવસમાં સામાન્ય સભા બોલાવવાની નિયમોનુસાર નોટિસ પાઠવશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Follow Us