Gujarati Video: ભાવનગરના ખેડૂતોને કસ્તૂરીએ રડાવ્યા, 20 કિલો ડુંગળીના ભાવ ઘટીને 70 રૂપિયા થઈ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની

|

Feb 11, 2023 | 9:01 PM

Bhavnagar: કસ્તુરીએ ફરી એકવાર ખેડૂતોને રડાવ્યા છે. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવુ પડે છે. ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. અચાનક ડુંગળીના ભાવ તળીયે પહોંચતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં મણ ડુંગળીના એટલે કે 20 કિલોના ભાવ માત્ર 70 રૂપિયા થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યાં છે. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોને મજૂરીના ભાવ પણ મળી નથી રહ્યા.

ખેડૂતોનું કહેવું છે કે એક મણ ડુંગળી પકવવા પાછળ તેમને 250થી 300 રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. જેની સામે માર્કેટમાં એકમણ ડુંગળીના માત્ર 70 રૂપિયા મળી રહ્યાં છે. ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવુ પડે છે. ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

બીજી તરફ માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે આ વર્ષે ડુંગળીના વધુ ઉત્પાદન સામે માગ ઓછી છે અને અન્ય રાજ્યોમાં પણ ડુંગળીની નિકાસ થતી નથી. જેના કારણે ભાવ સાવ તળીયે આવી ગયા છે. તો કિસાન મોરચાએ ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવવા સરકાર ટેકાના ભાવ જાહેર કરે તેવી માગ કરી છે.

આ પણ વાંચો: Gujarati Video: મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાન

ખેડૂતોનું કહેવુ છે આ વખતે સૌથી વધુ બદ્દતર સ્થિતિ છે, ડુંગળી તૈયાર થઈ ગયા પછી ખેતરમાંથી તોડવાની મજૂરી જ 300 રૂપિયા જાય છે. તેમા 70 રૂપિયામાં ખેડૂતોને શું વળે? યાર્ડ સુધી લાવવાના ઠેલાના ભાવ પણ ઉપરથી દેવા પડે તેવી સ્થિતિ છે. આમાં ખેડૂતોને કાણી કોડીય મળતી નથી. ઉપરથી ઉમેરવાનો વારો આવ્યો છે. આમાં ખેડૂત દેવાદાર ન બને તો શું બને તેવો સવાલ ખેડૂતો સરકારને કરી રહ્યા છે.

Next Video