Gujarati Video: વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં સાંસદના પિતા નારણ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર

|

Jun 02, 2023 | 11:18 PM

Gir somnath: વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમાના આગોતરા જામીન નામંજૂર થયા છે. નારણ ચુડાસમાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

Gir Somnath ના વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગના આત્મહત્યા કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા સામે ગુનો નોંધાયો છે. નારણ ચુડાસમાએ વેરાવળ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન માટેની અરજી ફગાવી છે અને જામીન નામંજૂર કર્યા છે.

અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમા સામે નોંધાઈ છે ફરિયાદ

આપને જણાવી દઈએ કે વેરાવળના નામાંકિત ડૉ. અતુલ ચગે 12 ફેબ્રૂઆરીએ આપઘાત કર્યો હતો કરી લીધો હતો. પોલીસને ડૉ.ચગના મૃતદેહ પાસેથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં નારણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામ લખવામાં આવ્યા હતા. આ ચીઠ્ઠીમાં ડૉ.ચગે લખ્યુ હતુ કે, હું નારાણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના કારણે આપઘાત કરું છું. આ ચીઠ્ઠી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : Breaking News: વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે ગુનો નોંધાયો, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ

સાંસદ રાજેશ ચુડાસમા તથા સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધવા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ડૉ. ચગના પુત્ર હિતાર્થ ચગે અરજી કરી હતી. જોકે ફરિયાદ ન લેવા બાબતે હાઈકોર્ટે પણ ટકોર કરી હતી. જોકે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ જાય તે પહેલા જ ફરિયાદ નોંધાઈ છે. નારણભાઈ ચુડાસમાએ ડૉ. અતુલ ચગ પાસેથી બેથી અઢી કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન આપ્યાનો પણ આરોપ લગાવ્યો હતો.

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video