Rajkot Gujarati Video: હાર્ટ એટેકના વધતા કેસને લઇ સાંસદ રામ મોકરીયાની ખેલૈયાઓને અપીલ, નવરાત્રિમાં ઈનામ મેળવવા તણાવમાં ન આવો

|

Oct 05, 2023 | 2:00 PM

Rajkot: રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ યુવાનોમાં હાર્ટએટેકના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમણે યુવાનોને અપીલ કરતા જણાવ્યુ કે નવરાત્રિમાં ઈનામ મેળવવા માટે તણાવમાં ન રહો. ઈનામ મેળવવાની સ્પર્ધામાં ખેલૈયાઓ ખોટો તણાવ ન લે.

Rajkot: રાજ્યમાં દિવસે દિવસે નાની ઉંમરના લોકોમાં વધી રહેલા હાર્ટ એટેક કેસને લઇ ચિંતા વધી છે. ત્યારે આગામી નવરાત્રીમાં હાર્ટ એટેકના વધતા કેસને લઇ સાંસદ રામ મોકરીયાએ અપીલ કરી છે. ખેલૈયાને રામ મોકરિયાએ અપીલ કરતા કહ્યું કે નવરાત્રીમાં ઇનામ મેળવવાની સ્પર્ધામાં ખેલૈયાઓ તણાવથી દૂર રહે. ઇનામ મેળવવાની સ્પર્ધામાં ખેલૈયાઓ ખોટો તણાવ ન લે. સાથે જ નવરાત્રી દરમિયાન આયોજકોને દરેક સ્થળે તબીબી સેવાની વ્યવસ્થા કરવા કહ્યું છે.

ગરબા આયોજકોએ સાંસદની અપીલને આવકારી

આ તરફ ગરબા આયોજકોએ રામ મોકરીયાની અપીલને આવકારી છે અને ગરબા દરમિયાન મેડિકલ સ્ટાફ રાખવા ખાતરી આપી છે. જો ખેલૈયાને ગરબા દરમિયાન એેટેક આવે તો પ્રાથમિક સારવાર આપીને 108માં હોસ્પિટલ ખસેડશે.

આ પણ વાંચો: Valsad : પાકિસ્તાન જિંદાબાદનું સ્ટેટસ મુકવું યુવકને ભારે પડ્યું, હિંદુસ્તાન જિંદાબાદના નારા સાથે માંગવી પડી માફી, જુઓ Video

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:55 pm, Sun, 1 October 23

Next Video