અત્યાર સુધી તમે રોડ પરની મોબાઈલ સ્નેચિંગની ઘટના જોઈ હશે અથવા સાંભળી હશે. અથવા રસ્તા પર ચાલતા હોય ત્યારે કોઈ મોબાઈલ ઝૂંટવીને ફરાર થયો હોય તેવું જોયું હશે. પરંતુ કયારેય કપિરાજે મોબાઈલ સ્નેચિંગ કર્યું હોય તેવું નહીં સાંભળ્યું હોય. વાત છે વડોદરાના કમાટી બાગ પ્રાણીસંગહાલયની. જયાં એક મહિલા પ્રવાસી કમાટી બાગમાં ફરવા આવ્યા હતા.
ત્યાં વાનરે પ્રવાસીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને મોબાઈલ લઈને કપિરાજ ભાગી ગયા હતા અને મોબાઈલ લૂંટીને વાનર પાંજરામાં ઘુસ્યો હતો. કપિરાજે મોબાઈલ સ્નેચિંગ કરી હોવાની ઘટના CCTVમાં કેદ થઈ હતી. જો કે તાત્કાલિક ધોરણે રેસ્કયુ ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું.
વડોદરાના કમાટીબાગમાં દરરોજ હજારો સહેલાણીઓ આવે છે અને મ્યુઝિયમ તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. ત્યારે આજે બપોરે કેટલાક સહેલાણીઓ ઝૂમાં આવ્યા હતા અને તેઓ વાંદરાના પાંજરા પાસે ગયા હતા. આ દરમિયાન એક સહેલાણી પાંજરા પાસે ઉભો હતો. ત્યારે તેનો મોબાઇલ પાંજરામાં રહેલા વાંદરાના હાથમાં આવી ગયો હતો.
વાંદરો સહેલાણીનો મોબાઇલ લઇ પાંજરામાં દૂર જતો રહ્યો અને મોબાઇલને ખૂબ જ રસપૂર્વક જોઇ રહ્યો હતો. જો કે થોડીવાર મોબાઇલ જોયા બાદ વાંદરાએ મોબાઇલ ફેંકી દીધો હતો. જેથી ઝૂના કર્મચારીઓએ પાંજરા પર ચડી તે મોબાઇલ બહાર કાઢી આપ્યો હતો.