દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા દરિયાકાંઠા પર તંત્ર દ્રારા દબાણો દુર કરવા માટે મેગા ઓપેશન શરુ કરવામાં આવ્યું છે. જે અંદાજી 5 થી 10 દિવસ ચાલશે. હર્ષદ માતાજીના મંદિર નજીક 100 વધુ દબાણને પ્રથમ દિવસે દુર કરવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં પોલીસની કડક સુરક્ષા કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 3.70 લાખ સ્ક્વેર ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત, મુખ્યમાર્ગ પર પાણી ફરી વળતા 7 ગામને અસર
દ્રારકા તાલુકાના બેટદ્રારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્રારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ છે. આ વખતે દ્રારકા-સોમનાથ હાઈવે ભોગાત, નાવદ્રા, અને યાત્રાધામ હર્ષદમાં કામગીરી કરવામાં આવશે. દરિયાકાંઠા પર સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલા દબાણને દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ માટે અગાઉથી નોટીસ આપવામાં આવી હતી. જે બાદ તંત્ર દ્રારા વિસ્તારમાં દબાણ દુર કરવાનુ હોવાથી ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જેથી લોકોએ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરી છે. તારીખ 11 માર્ચથી મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંદાજે 5 દિવસ કે તેથી વધુ દિવસ સુધી ચાલશે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારો જેટલો રમણીય છે, તેટલો સુરક્ષાની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ ગણાવામાં આવે છે. દરિયાઈ માર્ગેથી ધુષણખોરી કરીને સૌરાષ્ટ્રના દરીયા કાંઠા પર આશરો મેળવી શકે છે. તેમજ દરિયા કિનારે સી.આર.ઝેડની જોગવાઈ હોવાથી ત્યાં કોઈ બાંધકામ થઈ શકે નહી. પરંતુ દરિયા કાંઠા પર સરકારી જમીન પર દબાણો થયા છે. ભોગાતથી હર્ષદ સુધીના 25 કિમીના અંતરમાં આશરે 9 લાખ સ્વેકર ફુલ જમીન દબાણ થયા છે. જેને ખુલ્લી કરવાની કામગીરીનો શરૂ કરી છે. જેમાં કાચા મકાનો, પાકા મકાનો, રહેણાક અને કોમર્સીયલનો સમાવેશ થાય છે. આ પૈકી પ્રથમ દિવસે 3.70 લાખ સ્કેવર ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જેની અંદાજી કિંમત 2 કરોડ થાય છે.
મેગા ડિમોલિશન માટે મહેસુલ વિભાગની ટીમ સાથે સુરક્ષા જવાનોનો મોટો કાફલાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 1 એસ.પી. નિતેષકુમાર પાંડેય , 2 ડીવાયએસપી સમીર સારડા અને હાર્દિક પ્રજાપતિ, 20 પીઆઈ, 50 પીએસઆઈ, રેન્જ આઈજી વિસ્તારમાં વધુ ટુકડીઓ, એસ.આર.પી.ની ટીમ, મરીન કમાન્ડો હોમગાર્ડ, જીઆરડીના જવાનો, જીલ્લાની પોલિસ સહીત કુલ 800 જેટલા જવાનો બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સાથે મોબાઈલ વાન, ડ્રોન કેમેરા તેમજ દરીયામાં બોટની મદદથી પેટ્રોલીંગ કરવામાં આવે છે. દબાણ દુર કરવા માટે 6 હિટાચી મશીન, 3 જેસીબી મશીન , લોડર સહીતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે.