દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત, મુખ્યમાર્ગ પર પાણી ફરી વળતા 7 ગામને અસર
ખંભાળિયા પંથકમાં (khambhaliya) પણ એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો જેના કારણે અનેક નદી- નાળાઓ છલકાયા છે.
દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.તો ખંભાળિયા પંથકમાં (khambhaliya) પણ એક સપ્તાહથી નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો જેના કારણે અનેક નદી (River) નાળાઓ છલકાયા છે.સલાયા થી ગોઇંજ ગામને જોડતા મુખ્યમાર્ગ પર સ્થાનિક નદીના પાણી ફરી વળ્યાં છે.
ચાલુ વર્ષે 130 ટકા જેટલો વરસાદ નોંધાયો
તો બીજી તરફ ગોઈંજ ગામ નજીક આવેલા મુખ્ય કોઝવે- પર ભારે પાણીનો પ્રવાહ પહોંચતા આસપાસના અન્ય 7 જેટલા ગામને સીધી અસર થઈ છે.કોઝવે- પર પાણી ફરી વળતા સ્થાનિક અને આસપાસના ગામોના લોકો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ હાલ કોઝ-વે પર પાકા પુલ નું નિર્માણ કાર્ય થાય અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકાર (Gujarat govt) પાસે માગ કરી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો (Monsoon) 130 ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે જ્યારે ખંભાળિયા તાલુકામાં 160 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
ધર્મની દીવાલ ધરાશાયી! સુરતમાં પ્રેમે લખ્યો નવો ઈતિહાસ, જુઓ Video
ભવન પોલીસ સ્ટેશનમાં હાજરી બાદ કીર્તિ પટેલ થઈ મુક્ત
સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના ATMP પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે PM મોદી
