Gujarati Video : વધુ એક બ્રિજને લઈ AMC ની આકરી કાર્યવાહી, નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો 104 કરોડનો કોન્ટ્રાક્ટ લેવાશે પરત

Gujarati Video : વધુ એક બ્રિજને લઈ AMC ની આકરી કાર્યવાહી, નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો 104 કરોડનો કોન્ટ્રાક્ટ લેવાશે પરત

| Edited By: | Updated on: Apr 16, 2023 | 9:50 AM

હાટકેશ્વર બ્રિજ બાદ નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે. કોન્ટ્રાક્ટર કંપની પાસેથી 104 કરોડનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે. અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ AMC વધુ એક બ્રિજને લઈ આકરી કાર્યવાહી કરવાના મુડમાં છે. નારણપુરાના પલ્લવ પ્રગતિનગર ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે. કોન્ટ્રાક્ટર કંપની પાસેથી 104 કરોડનો કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે. અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી કોન્ટ્રાક્ટ પરત લેવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News : અમદાવાદનો વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, મહાનગરપાલિકાના ચાર ઇજનેરને સસ્પેન્ડ કરાયા

મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવે તેવી શક્યતા છે. આ જ કંપનીને હાટકેશ્વર બ્રિજના વિવાદને કારણે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. અજય એન્જિનિયરિંગ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પલ્લવ ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક મહિનાથી બંધ છે. બ્રિજનું 30 ટકા કામ થયા બાદ કામગીરી એક મહિનાથી બંધ છે. હવે પલ્લવ બ્રિજની કામગીરી પર વિજિલન્સ વિભાગની નજર છે.

ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

તો બીજી તરફ અમદાવાદમાં ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. AMCના અધિકારી જીગ્નેશ શાહે ખોખરા પોલીસ મથકમાં બ્રિજ બનાવનાર એજન્સી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. એએમસીના અધિકારીએ એજન્સી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસએસજીએસ કંપની વિરુદ્ધ 39 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ખોખરા-હાટકેશ્વર બ્રિજ પૈસા મેળવી યોગ્ય કાર્યરત ન કરવાને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…