Gujarati Video : છોટાઉદેપુરમાં માંકણી ગામના વિદ્યાર્થીઓ ઘુંટણસમાં પાણીમાંથી સ્કૂલમાં જવા મજબુર
બાળકોને વાલીઓએ સ્કૂલ પાસે છોડી જતા પાણીમાંથી પસાર થઈ સ્કૂલમાં પહોંચ્યા હતા. કેટલાક બાળકો સ્કૂલની દીવાલ પર ચડી કોરી જગ્યા એ ઉતર્યા હતા આમ છતાં સ્કૂલ નાં કલાસ સુધી પહોંચવા માટે તેઓ ને પાણી માંથી જ પસાર થવું પડ્યું હતું. તો કેટલાક બાળકો પાણી ને જોતા તેઓ ઘરે પરત ફર્યા હતા.
Chota udepur : ગુજરાતના છોટાઉદેપુરમાં બોડેલીના માંકણી ગામની વિદ્યા મંદિર શાળામાં ગઈકાલે રાત્રિના સમયે પાણી ભરાતા વિદ્યાર્થીઓ ઘુંટણસમાં પાણીમાંથી પસાર થઈ સ્કૂલમાં જવા મજબુર બન્યા. જોકે પરિસ્થતિનો તાગ મેળવી શાળાના આચાર્યએ સ્કૂલમા રજા જાહેર કરી છોડી મુક્યા.ગત રાત્રિ ના સમયે બોડેલી પંથક માં ભારે વરસાદ થયો હતો જેને લઇ કેટલીક જગ્યા એ પાણી ભરાયાં હતાં. બોડેલી તાલુકાના માંકણી ગામ ની શાળા માં પણ ઘુંટણસમાં પાણી ભરાતા બાળકોને શાળામાં જવું મુશ્કેલ બન્યું હતું.
બાળકોને વાલીઓએ સ્કૂલ પાસે છોડી જતા પાણીમાંથી પસાર થઈ સ્કૂલમાં પહોંચ્યા હતા. કેટલાક બાળકો સ્કૂલની દીવાલ પર ચડી કોરી જગ્યા એ ઉતર્યા હતા આમ છતાં સ્કૂલ નાં કલાસ સુધી પહોંચવા માટે તેઓ ને પાણી માંથી જ પસાર થવું પડ્યું હતું. તો કેટલાક બાળકો પાણી ને જોતા તેઓ ઘરે પરત ફર્યા હતા.
Published on: Jul 14, 2023 07:46 PM