Gujarati Video: ધોળકામાં પ્રદૂષિત પાણીને લઈને સ્થાનિકોએ કર્યા હલ્લાબોલ, કંપની સામે ખેડૂતોએ કર્યા ધરણા

|

Feb 28, 2023 | 12:00 AM

Ahmedabad: ધોળકામાં પ્રદૂષિત પાણીને લઈને સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. ધોળકામાં આવેલી જીમટેક્સ કંપની સામે ખેડૂતોએ ધરણા કર્યા. પોલીસે ધરણામાં સામેલ 100થી વધુ લોકોની અટકાયત કરતા ભારે હોબાળો મચ્યો હતો.

અમદાવાદ જિલ્લાના ધોળકામાં પ્રદૂષિત પાણીને લઇને સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો છે. ધોળકા જીમટેક્સ કંપની આગળ ખેડૂતોએ ધરણા કરતા પોલીસે બળપ્રયોગ કરી 100થી વધુ લોકોની અટકાયત કરતા ભારે હોબાળો થયો છે. જીમટેક્સ સહિતની ખાનગી કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.

પ્રદૂષિત પાણીથી ચામડીના રોગ થતા હોવાની ફરિયાદ

કેમીકલયુક્ત પાણીના કારણે ભેટાવાડા, ત્રાસદ, પાલડી અને નેસડા ગામે ખેતીને ભારે નુકસાન થતુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેમિકલયુક્ત પાણીથી ચામડીના રોગ તથા કેન્સરના રોગ થતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. પોલીસ કાર્યવાહીથી આક્રોશિત સ્થાનિકોએ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ પણ વાંચો: Rajkot: સિંહપ્રેમીઓ માટે ખુશખબર, સાસણગીર બાદ હવે રાજકોટમાં પણ બનશે લાયન સફારી પાર્ક

સ્થાનિકોની ફરિયાદ છે કે છેલ્લા 17 વર્ષથી પ્રદૂષિત પાણીની સમસ્યા છે. આ દરમિયાન અનેકવાર રજૂઆતો કરી છે. હાઈકોર્ટમાં પણ કેસ પહોંચાડ્યો છે. છતા તંત્ર દ્વારા સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવતુ નથી.

આજે ગામોના સ્થાનિકો કંપની સામે શાંતિપૂર્ણ રીતે આંદોલનની શરૂઆત કરી હતી. ત્યાં કોઈ તોડફોડ કરી ન હતી. છતા કંપનીવાળાએ ધરણા કરવા દીધા ન હતા અને પોલીસ બળજબરીથી લઈ જવામાંઆવ્યા હતા.

Published On - 11:56 pm, Mon, 27 February 23

Next Video