ક્રાઈમ કેપિટલ બની ચૂકેલા સુરતમાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. એક 55 વર્ષના આધેડે 7 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યાની ઘટના સામે આવી છે.. રૂદરપુરા વિસ્તારમાં આરોપી દુષ્કર્મના ઈરાદે બાળકીને ખંડેર મકાનમાં લઈ ગયો હતો . સ્થાનિકોએ આધેડને જોઈ જતાં તેઓએ બાળકીને આધેડનું ચુંગાલમાંથી છોડાવી હતી અને આધેડને બહાર કાઢીને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ અઠવા પોલીસને તેનો કબજો સોંપ્યો હતો. પોલીસે આધેડ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતમાં રૂદરપુરા ખાડી નજીક આવેલા એક ખંડેર જેવા મકાનમાંથી નાની બાળકીના રડવાનો અવાજ સંભળાતો હતો. આથી સ્થાનિક રહેવાસીઓએ તે અંગે તપાસ કરી હતી. અને ત્યારબાદ કોઈ શંકાને પગલે સ્થાનિકો તે મકાનમાં ગયા હતા અને રડી રહેલી બાળકીને સાંત્વના આપીને તેની પૂઠપરછ કરતા સમગ્ર બાબતો સામે આવી હતી.
આ ઘટનાને પગલે સ્થાનિકોએ આધેડને ઝડપી પાડ્યો હતો અને તેના પરિવારજનોને પણ જાણ કરી હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિકોએ બાળકીને તેના પરિવારને સુરક્ષિત પરત કરીને આધેડને અઠવા પોલીસને સોંપ્યો હતો. આ ઘટનામાં આધેડ વ્યક્તિએ બાળકીને અશ્લલી વીડિયો બતાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…