Gujarati Video: ગોધરામાં બેરોકટોક ખનીજ ચોરીને લઈ સ્થાનિકો અને કોંગ્રેસમાં રોષ, કલેકટર કચેરીએ કર્યા સૂત્રોચ્ચાર
રેત ખનનને લઇને સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ અને ગૌચરની જમીનમાં ખનિજ માફીયા ગેરકાયદે માટી ખનન કરી રહ્યાં છે.
Panchmahal : પંચમહાલના ગોધરામાં બેરોકટોક ખનીજ ચોરીને લઇ સ્થાનિકો અને કોંગ્રેસમાં (Congress) રોષ ફેલાયો છે. અનેક રજૂઆત છતાં પણ ખનીજ ચોરી બાબતે કોઇ કાર્યવાહી ન થતાં ભારે વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકરોએ કલેકટર કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ અને ગૌચરની જમીનમાં ખનિજ માફીયા ગેરકાયદે માટી ખનન કરી રહ્યાં છે. ભાજપના નેતા ખનીજ ચોરીમાં સંડોવાયેલા હોવાથી ખાણ ખનીજ વિભાગ રાજકીય દબાણમાં કોઇ કાર્યવાહી કરતું નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગ હપ્તા લઈને ખનીજ માફિયાઓને છવારી રહી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો ટુંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે.
પંચમહાલ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો