ગુજરાતના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે અને બનાસકાંઠા, અરવલ્લી, સહિત દાહોદ અને ઝાલોદમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. તેમજ વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવનો ફૂંકાયા હતા. તો અરવલ્લી જિલ્લાના માલપુરમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. આ માવઠાને કારણે ઘઉં, ચણા જેવા પાકમાંં નુકસાનની ભીતિ સેવા રહી છે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. તેમજ તારીખ 5 , 6 અને માર્ચે કમોસમી વરસાદ થશે.
સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા. સાબરકાંઠા દક્ષિણ ગુજરાતમાં સુરત , વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વેર્સ્ટન ડિસ્ટર્બન્સ તથા ઇસ્ટરલી ટ્રફ ને કારણે કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થશે.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામા આવી છે, ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસની શરૂઆતમાં જવરસાદી ઝાપટા થતા હાલ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
બીજી તરફ માવઠાને પગલે હાલ ખેડૂતોને પાક બગડવાની ભિતી સેવાઈ રહી છે. મહત્વનું છે કે ગઈ કાલે પણ દિવસ દરમિયાન ભારે ગરમી બાદ વરસાદી છાંટા પડ્યા હતા. તો આ તરફ હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 48 કલાક વાતાવરણ સૂકું તેમજ વાદળછાયું રહેશે. તેમજ તારીખ 5 , 6 અને માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં યાળા-ઉનાળાની ડબલ ઋતુ વચ્ચે હવામાન ખાતાએ માવઠાની આગાહી કરી છે.