Gujarati Video: વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારામાં હળવો વરસાદ

| Edited By: | Updated on: Mar 14, 2023 | 6:53 PM

ડાંગ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે. મોટાભાગે ડાંગમાં ખેડૂતો સ્ટ્રોબેરી, ડુંગળી અને વિવિધ શાકભાજીની ખેતી કરે છે ત્યારે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે.

રાજયભરના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં આવેલા ગીરિ મથક સાપુતારામાં ફાગણ મહિનામાં કમોસમી વરસાદ થયો હતો. તેમજ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

ડાંગ જિલ્લામાં મોટા ભાગે ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરે છે. મોટા ભાગે ડાંગમાં ખેડૂતો સ્ટ્રોબેરી, ડુંગળી અને વિવિધ શાકભાજીની ખેતી કરે છે ત્યારે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે.

પ્રવાસીઓ ખુશખુશાલ

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા  સાપુતારામાં આવેલા સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા હતા અને વરસાદના વાતાવરણમાં  ફરવાની મોજ માણી હતી.

રાજ્યભરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ રહેશે. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે ગીર સોમનાથ, દાહોદમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હજુ તો માવઠાંના મારમાંથી ખેડૂતો ઉભર્યા પણ નથી ત્યાં ફરી હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે તો 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.

રાજ્યના અમુક ભાગોમાં માવઠાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 15 માર્ચ સુધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. કઈ તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે, તેના પર નજર કરીએ તો.. આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.  જ્યારે 16 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.