Gujarati Video : છોટાઉદેપુરના કુકરદા ગામની ઘટના, 108 હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ

|

Feb 09, 2023 | 1:59 PM

કુકરદા ગામના રોડની કનેક્ટિવિટી ઝીરો હોવાથી આરોગ્ય સેવાનો પણ અભાવ જોવા મળે છે, તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા લોકોને ઘણી જહેમત ઉપાડવી પડે છે.

છોટાઉદેપુરના નસવાડીના કુકરદા ગામમા રસ્તાનો સંપૂર્ણપણે અભાવ હોવાથી બિમાર વ્યક્તિને કે, સગર્ભાને હોસ્પિટલ લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગામમા પાકો રસ્તો ન હોવાથી ખાનગી વાહન કે 108 આવી શકતી નથી. જેથી એક સગર્ભા મહિલાની તબિયત બગડતા ખાનગી વાહન સુધી પોંહચાડવા માટે ગ્રામજનો તે મહિલાને ઝોળીમાં ઉંચકીને લઈ ગયા હતા. સગર્ભાને આવી રીતે ઉંચકીને મુખ્ય રોડ સુધી લઈ ગયા હતા અને ત્યારબાદ જ 108નો સહારો મળ્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video: બોડેલીમાં આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયો, વનવિભાગે પાર પાડ્યુ દિલધડક ઓપરેશન

મહિલાની હેમખેમ પ્રસુતિ માટે નસવાડી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ 108 એમ્બ્યુલન્સમાં જ તે મહિલાની પ્રસુતિ થઇ ગઈ હતી. ગામની વાત કરીએ તો, અહીં ગરીબ અને આદિવાસી લોકો વસવાટ કરે છે. તેમને તાલુકા કે, જિલ્લા મથકે અથવા ક્યાંય પણ બહાર જવાનું થાય તો અમુક કિલોમીટર સુધી ફરજિયાત ચાલવું પડે છે. આ ગામમાં રોડ કનેક્ટિવિટી ઝીરો હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

આ ગામના રોડની કનેક્ટિવિટી ઝીરો હોવાથી આરોગ્ય સેવાનો પણ અભાવ જોવા મળે છે, તાત્કાલિક હોસ્પિટલ પહોંચવા લોકોને ઘણી જહેમત ઉપાડવી પડે છે. અહીં ડુંગર વિસ્તારમાં 108 કે, અન્ય કોઈ વાહનો જઇ શકતા ન હોવાથી દર્દીઓની હાલત કફોડી બની જાય છે.

Next Video