Gujarati Video: બોડેલીમાં આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયો, વનવિભાગે પાર પાડ્યુ દિલધડક ઓપરેશન

Chhota Udepur: બોડેલીના અમલપુર ગામે આખરે દીપડો પાંજરે પુરાયો છે. 2 બાળકોનો શિકાર કરનાર દીપડાને લઈને સમગ્ર વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ભારે દહેશત ફેલાઈ હતી. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 11:51 PM

છોટાઉદેપુરના બોડેલીના અમલપુર ગામેથી દીપડો પાંજરે પૂરાયો છે. વનવિભાગે દિપડાને ઝડપવા દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. મેડિકલ તપાસ બાદ જ માનવભક્ષી દીપડાની ઓળખ થશે. છેલ્લા 10 દિવસમાં આદમખોર દીપડાએ બે બાળકોના શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. હાલ દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મહત્વનું છે કે મુલધર, ટીંબી, જબુગામ, ધોરીવાવ સહિતના ગામમાં દીપડાની દહેશતને લઈને સ્થાનિકો ઘર બહાર નીકળવા તૈયાર ન હતા. વાલીઓ બાળકોને શાળાએ મોકલવા તૈયાર ન હતા તો ખેડૂતો પણ પોતાના ખેતરે જતા ડરી રહ્યા હતા. દીપડાના ભયથી શાળામાં બાળકોની સંખ્યા પણ નહિવત જોવા મળી હતી. એવામાં દીપડાની દહેશતનો અંત આવે તે માટે સ્થાનિકોએ વનવિભાગને રજૂઆત કરી હતી.

અગાઉ બોડેલીના સવજીપુરા ગામે આદમખોર દીપડો પાંજરે પુરાયો

સવજીપુરા ગામે આદમખોર દીપડો વનવિભાગની ભારે જહેમત બાદ પાંજરે પુરાયો હતો. જેમાં દીપડાએ છેલ્લા અઠવાડિયામાં  બે બાળકોનો શિકાર કર્યો હતો. જેના પગલે ગ્રામજનો ભારે ભયમાં જીવી રહ્યા હતા. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Chhotaudepur : બોડેલીના સવજીપુરા ગામે આદમખોર દીપડો વન વિભાગની જહેમત બાદ પાંજરે પુરાયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મુલધર, ટીંબી, ટોકરવા જેવા ગામોમાં છેલ્લા અઠવાડીયાથી દીપડાનો ડર જોવા મળ્યો હતો. જેમાં મુલધર ગામના એક બાળકના હુમલા બાદ નજીકના ગામ ધોરીવાવના એક બાળકને શિકાર બનાવતા બાળકનું મોત નીપજ્યું છે. જેના પગલે સમગ્ર પંથકમાં શોક અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">