Gujarati Video : જૂનાગઢમાં પાક ધીરાણની લોન ભરપાઈ ન થતા ખેડૂતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Gujarati Video : જૂનાગઢમાં પાક ધીરાણની લોન ભરપાઈ ન થતા ખેડૂતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

| Edited By: | Updated on: Sep 11, 2023 | 11:40 PM

ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને મેનેજર જ અંદાજે 6 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. આ ઉચાપત બેંકની શાખાના પૂર્વ બ્રાંચ મેનેજરે વાંદરવડ સેવા સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે ફરિયાદ પણ નોંધાવી છે. મૃતકના નામે પણ ખોટી લોન લેવાઈ હોવાની સ્વજનોને આશંકા છે. તો ઉચાપત કરનારાઓએ અન્ય ખેડૂતોને પણ નોટિસ ફટકારી હોય તો ડરીને વધુ કોઈ ખેડૂત આત્મહત્યા કરે તેવી ભીતિ છે.

Junagadh : પાક ધીરાણની લોન ભરપાઈ ન થતા ખેડૂતે (Farmer) ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. જૂનાગઢના વાંદરવડ ગામના ખેડૂત નાગજી સોલંકીએ સેવા સહકારી મંડળીમાંથી અંદાજે 5.40 લાખનું ધીરાણ લીધું હતું. જેની મુદત પૂર્ણ થતા ખેડૂતને રકમ પરત ચુકવવા સહકારી મંડળી દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

લાખો રૂપિયાની બાકી રકમની ચુકવણીની ચિંતામાં ખેડૂતે વાડીમાં જ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યું છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો કે સહકારી મંડળીના કર્મચારીઓએ કોરા ચેક પર સહી કરાવી લીધી હતી અને લોન ચુકવવા ભારે દબાણ પણ કરાતું હતું.

આ પણ વાંચો Junagadh News : ઈન્દ્રભારતી બાપુ સામે ટિપ્પણી કરવાનો મુદ્દો, હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ આપ્યું આવેદનપત્ર, જુઓ Video

ભેંસાણ તાલુકાના વાંદરવડ ગામે સેવા સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી અને મેનેજર જ અંદાજે 6 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. આ ઉચાપત બેંકની શાખાના પૂર્વ બ્રાંચ મેનેજરે વાંદરવડ સેવા સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ સામે ફરિયાદ પણ નોંધાવી છે.

મૃતકના નામે પણ ખોટી લોન લેવાઈ હોવાની સ્વજનોને આશંકા છે. તો ઉચાપત કરનારાઓએ અન્ય ખેડૂતોને પણ નોટિસ ફટકારી હોય તો ડરીને વધુ કોઈ ખેડૂત આત્મહત્યા કરે તેવી ભીતિ છે. તેથી રાજકીય આગેવાનોએ સમગ્ર કૌભાંડની તપાસ કરવા અને ખેડૂતો પાસે લોન બાકી હોય તો પણ પઠાણી ઉઘરાણી ન કરવા ચીમકી આપી છે. તો બીજી તરફ સમગ્ર કેસમાં પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

 જૂનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો