Gujarati Video : જામનગરના કુખ્યાત અને ભૂમાફિયા જયેશ પટેલને લંડનથી ગુજરાત પરત લવાશે, 40થી વધુ ફરિયાદ નોંધાઈ ચુકી છે
લંડનની કોર્ટે જયેશ પટેલના પ્રત્યાપર્ણની મંજૂરી આપી દીધી છે. જેને લઇ જયેશ પટેલને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લંડનમાં જયેશ પટેલની ધરપકડ બાદ ભારત પરત લાવવા લંડનની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
જામનગરના કુખ્યાત અને ભૂમાફિયા જયેશ પટેલને લંડનથી ગુજરાત પરત લાવામાં આવેશે. લંડનની કોર્ટે જયેશ પટેલના પ્રત્યાપર્ણની મંજૂરી આપી દીધી છે. જેને લઇ જયેશ પટેલને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લંડનમાં જયેશ પટેલની ધરપકડ બાદ ભારત પરત લાવવા લંડનની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. દ્વારકા અને જામનગરના SP લંડન કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યાં હતા. મહત્વનું છે કે જયેશ પટેલ વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે. સૌથી પહેલા વિશાલ માડમ સાથે ભૂમાફિયાગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો : જામનગરમાં રંગબેરંગી કૃતિઓનુ બે દિવસીય એક્ઝિબિશન યોજાયુ, 40 કલાકારોએ પોતાની કૃતિઓ પ્રદર્શન માટે મુકી
ટૂંકાગાળામાં જ જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી પણ આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…