Gujarati Video: અંબાજીમાં ચૈત્રી આઠમની નવરાત્રિમાં જવારા અને અન્નકૂટનું આયોજન, મોટી સંખ્યામાં ઉમટ્યા દર્શનાર્થીઓ, જુઓ Video

|

Mar 29, 2023 | 10:50 PM

મંદિર પરિસરમાં અનુષ્ઠાન અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે આઠમ અને અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠયું હતું.

ચૈત્રી નવરાત્રિનું પવિત્ર પર્વ હવે પૂર્ણતાને આરે છે ત્યારે આજે આઠમા નોરતાને દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન દરમિયાન વાવેલા જવારાની ઉત્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મંદિરમાં ભટ્ટજી મહારાજે આરતી ઉતારી દેશભરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ જળવાયેલી રહે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મંદિરમાં અન્નકુટનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ મંદિરમાં 3 વાર આરતી કરવામાં આવતી હતી. હવે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થતા આવતીકાલથી અંબાજી મંદિરમાં રાબેતા મુજબ 2 વખત આરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા

ચૈત્રી નવરાત્રી પર્વને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારની મંગળા આરતીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં અનુષ્ઠાન અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે આઠમ અને અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠયું હતું. ભક્તોએ મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આગામી પૂનમ ચૈત્રી પૂનમ હોવાથી અહીં મોટી સંખ્માં માઈભક્તો ઉમટી પડે તેવી શકયતા છે. ત્યારે પૂનમના દિવસે પણ મંદિર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video