Gujarati Video : જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને જ આવ્યો હાર્ટ એટેક, નિષ્ણાંત તબીબ ગૌરવ ગાંધીના મોતથી શોકનું મોજુ ફરી વળ્યુ
Jamnagar: લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે સ્થળ પર જ મૃત્યુના કિસ્સા વધ્યા. ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જયાં જાણીતા તબીબને હાર્ટ એટેક આવતા મોત થયું છે.
Jamnagar : છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના (Heart attack) બનાવો સતત વધી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે સ્થળ પર જ મૃત્યુના કિસ્સા વધ્યા. ત્યારે હાલ જામનગરમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે. જયાં જાણીતા તબીબને હાર્ટ એટેક આવતા મોત થયું. હાર્ટ એટેકના નિષ્ણાંત તબીબ ગૌરવ ગાંધીનું મોત થતા તબીબી જગત સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો.
સામાન્ય રીતે લાંબા સમય પછી કે અચાનક વધારે પડતો શારીરિક થયો હોય કે ઊંઘ પુરી ના થઈ હોય તેવા કિસ્સામાં યુવાનોને હૃદય રોગના હુમલા આવતા હોય છે. આવામાં હૃદયની કાર્યક્ષમતા પર વધુ ભાર પડવાથી ગરબા, ક્રિકેટ કે જિમમાં યુવાનોના હાર્ટ અટેકના કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ જે પોતે હૃદયના ડૉક્ટર છે છતાં તેમને હાર્ટ અટેક આવ્યો તે જાણીને લોકો અચરજમાં મૂકાઈ રહ્યા છે.
જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
