Rajkot: રાજકોટના ધોરાજી(Dhoraji)તાલુકામાં વરસેલા ભારે વરસાદે ચૌ તરફ તારાજી સર્જી છે. સાંબેલાધાર વરસેલા વરસાદે(Rain)ઝાંઝમેર ગામના ખેડૂતોની ચિંતા બમણી કરી દીધી છે. વરસાદખી ખેતરોમાં ઉભા પાકનું ધોવાણ થતા ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ છે. ઝાંઝમેર અને આસપાસના વિસ્તારોમાં 6થી 7 ઈંચ વરસાદથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
આ પણ વાંચો : Monsoon 2023 : જામનગરમાં ભારે વરસાદ વરસતા ઢાંઢર નદી પર આવેલા કોઝવે પર ફરી વળ્યા પાણી, Videoમાં જુઓ દ્રશ્યો
એક નહીં પણ અનેક ખેડૂતોની આવી સ્થિતિ છે. ખેડૂતોએ મહામહેનતે જેટલો પણ પાક વાવ્યો તે નષ્ટ થઈ ગયો છે. પહેલા વાવાઝોડું પછી મુશળધાર વરસાદે ખેડૂતોની દશા બગાડી છે. ઝાંઝમેરના ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.
ઝાંઝમેર ગામના સરપંચ પર મોટાપાયે નુક્સાનીની વાત સ્વિકારી રહ્યા છે. તો બીજી તરફ સરપંચે તાત્કાલિક ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી ખેડૂતોને વળતર અપાવવાનું આશ્વાસન આપ્યુ છે
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો