Gujarati video: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, ધોરાજી યાર્ડની બેદરકારીથી જણસી પલળી, ઉપલેટામાં પાણી ભરાયા

| Edited By: | Updated on: Apr 21, 2023 | 7:30 PM

ઉપલેટામાં ભારે પવન અને વીજળીમાં કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો અને ઉનાળુ વાવેતર મગફળી, તલ અને જુવાર સહિતના પાકને નુકસાન થયું છે. ધોધમાર વરસાદથી ઉપલેટાના પંચ હાટડી, જકરિયા ચોક, ગાંધી ચોકમાં પાણી ભરાયા હતા.

રાજકોટમાં ધોરાજી અને ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  અચાનક  વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી  વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડની ફરી એક વખત ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં પડેલા ધોધમાર વરસાદને કારણે યાર્ડમાં રહેલો ઘઉંનો મોટો જથ્થો પલળી ગયો હતો. ધોરાજી યાર્ડમાં ખુલ્લા પડેલા ઘઉં ઉપરાંત અન્ય જણસીઓ પણ પલળી ગઈ હતી. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે.

આ પણ વાંચો: Gandhinagar: ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને GSRTC પ્રવાસન સ્થળો માટે દૈનિક 1400થી વધુ બસ

મહત્વનું છે કે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવા છતાં યાર્ડ દ્વારા જણસીને વરસાદથી બચાવવાની કોઇ વ્યવસ્થા કરવામાં નથી આવી… અગાઉ પણ ધોરાજી યાર્ડમાં કમોસમી વરસાદને કારણે ઘઉં, ધાણા, જીરું અને ચણા સહિતની જણસી પલળી ગઇ હતી.

ઉપલેટામાં પાણી ભરાયા

તો બીજી તરફ ઉપલેટામાં ભારે પવન અને વીજળીમાં કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો અને ઉનાળુ વાવેતર મગફળી, તલ અને જુવાર સહિતના પાકને નુકસાન થયું છે. ધોધમાર વરસાદથી ઉપલેટાના પંચ હાટડી, જકરિયા ચોક, ગાંધી ચોકમાં પાણી ભરાયા હતા.

એક તરફ વરસાદ તો બીજી તરફ રાજ્યમાં ગરમીનો માહોલ

સૌરાષ્ટ્રમાં  કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ  છે તો બીજી તરફ  અમદાવાદમાં  24 અને 25 એપ્રિલ અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે તે આગાહી મુજબ પવનની દિશા બદલાતા બે દિવસ બાદ 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. જયારે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાતા લોકો ગરમીમાં શેકાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…