Gujarati Video: સુરતમાં પોલીસ જોતી રહી અને નશાના વેપલા પર જનતાએ કરી રેડ, મોટા પ્રમાણમાં મળ્યો ગાંજો

|

Aug 13, 2023 | 7:19 PM

Surat: સુરતમાં ડીંડોલી વિસ્તારમાં નશાના વેપલા પર સ્થાનિકોએ જનતા રેડ કરી હતી. પોલીસ આંખ આડા કાન કરતી જોતી રહી અને જનતાએ ગેરકાયદે ગાંજાનું વેચાણ કરતી દુકાન પર દરોડા કરી તોડફોડ મચાવી હતી.

Surat:  એકતરફ સુરત પોલીસ ડ્રગ્સ ડ્રાઈવ કરવાના મોટા મોટા દાવા કરતી રહે છે જ્યારે બીજી તરફ ડીંડોલી વિસ્તારમાં ગેરકાયદે ગાંજાના વેચાણ સામે પોલીસના આંખ આડા કાનની નીતિથી ત્રસ્ત બનેલા સ્થાનિકોએ જનતા રેડ કરવાની ફરજ પડી.

નવાગામના ડીંડોલી વિસ્તારમાં જમણા પાર્ક સોસાયટીના રહીશોએ નશાના વેપલા પર જનતા રેડ કરી જ્યાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જો કે જનતા રેડ બાદ પોલીસ એવો દાવો કરતી જોવા મળી કે સૌપ્રથમ તેમણે દરોડા કર્યા હતા ત્યારબાદ જનતા પહોંચી હતી.

અનેક રજૂઆત છતા પોલીસે નક્કર કાર્યવાહી ન કરી હોવાનો આરોપ

જનતાએ ગાંજાની દુકાન પર રેડ કરી તોડફોડ મચાવી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ આંખ આડા કાન કરી રહી હતી અને સ્થાનિકોએ મળીને જનતા રેડ કરવા મજબુર બન્યા હતા.
વિનોદ બિહારી અને લાલુ નામના શખ્સો આ ગાંજાનો વેપલો ચલાવી રહ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે અનેક રજૂઆતો બાદ પણ પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી અને કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. પોલીસની રહેમ નજર હેઠળ જ આ પ્રકારની ગેરકાયદે પ્રવતિ ચાલતી હતી તેવો પણ સ્થાનિકોનો આરોપ છે.

આ પણ વાંચો: Surat: શહેરમાં ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીકલીગર ગેંગ સકંજામાં, 20થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો

જો કે સમગ્ર મામલે PI આર.જે. ચુડાસમાએ જણાવ્યુ કે આ જનતા રેડ ન હતી. પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળતા જ પીસીઆર વેન ત્યાં પહોંચી હતી અને શંકાસ્પદ વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. જનતા રેડ અંગે પીઆઈએ જણાવ્યુ કે આ જનતા રેડ નથી. ગીચતાવાળો વિસ્તાર છે એટલે પોલીસ પહોંચી એટલે જનતા એકત્ર થઈ ગઈ હતી.

 રેડ દરમિયયાન ગાંજા સાથે તલવાર જેવા ઘાતક હથિયારો પણ મળ્યા

સ્થાનિકોએ ગેરકાયદેસર વેચાતા ગાંજાની દુકાનમાં તોડફોડ કરી. તેમાથી ગાંજો તો ઝડપાયો જ સાથે તલવાર જેવા કેટલાક હથિયારો પણ મળી આવ્યા. આ ગાંજાનો વેપલો વિનોદ બિહારી અને લાલુ નામના શખ્સો ચલાવી રહ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે. સાથે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અંગે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અનેક રજૂઆત કરાઈ પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી. ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોટો સવાલ એ છે કે જાણ કરવા છતા પોલીસને કાર્યવાહી કરવામાં કેમ રસ નથી ?.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video