Gujarati Video: જામનગરમાં હરિપર ગામે ખેડૂતોના રસ્તા પર માથાભારે શખ્સોએ કર્યુ દબાણ, ખેડૂતોએ મામલતદારને આપ્યુ આવેદન

Jamnagar: જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામમાં ખેડૂતોના રસ્તા પર માથાભારે શખ્સોએ દબાણ કરતા 80થી વધુ ખેડૂતોને ખેતર જવાનો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત માથાભારે શખ્સોએ ચેકડેમનો પાળો પણ તોડી નાખ્યો હોવાનો ગામલોકોનો આક્ષેપ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 9:18 PM

જામનગરના કાલાવડના હરિપર ગામે ખેડૂતોના રસ્તા પર ગેરકાયદે દબાણ થયુ હોવાની ઘટના સામે આવી છે. ગામના 80થી વધારે ખેડૂતોનો ખેતરમાં જવાનો વર્ષો જૂનો રસ્તો માથાભારે શખ્સોએ બંધ કરી દીધો છે. આ સાથે માથાભારે શખ્સોએ સરકારી યોજનામાંથી બનેલા ચેકડેમનો પાળો પણ તોડી નાખ્યો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતોએ આ મામલે અનેકવાર માથાભારે શખ્સોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં કોઇ નિરાકરણ આવ્યું નથી. આખરે ગ્રામજનોએ એકઠા થઇ આ મામલે પંચાયત અને કાલાવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

ખેડૂતોની જમીન પર માથાભારે શખ્સોએ કર્યુ દબાણ

ખેડૂતોનો આક્ષેપ છે કે હરિપર ગામે 80થી વધુ ખેડૂતોની ખેતીની જમીન આવેલી છે. જેમા માથાભારે શખ્સોએ આ રસ્તા પર ગેરકાયદે દબાણ કર્યુ છે. રોડ પરથી એકદમ નજીકના રસ્તા પર દબાણ કર્યુ છે. માર્જિનવાળી જગ્યાએ દબાણ કરતા ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો સદંતર બંધ થયો છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયતનો ચેકડેમનો પાળો પણ તોડી નાખ્યો છે તેમજ ગૌચરની જમીનમાંથી ખનન કર્યુ હોવાનો આક્ષેપ પણ ખેડૂતો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો:  Jamnagar : શેલ્ટર હોમ શોભાના ગાંઠિયા સમાન ! નિભાવ ખર્ચના અભાવે જામનગરનુ રેનબસેરા ખાલીખમ

કાલાવડ નાકા બહારની સોસાયટીમાં ત્રાટકી વીજ ચેકિંગની ટૂકડી

આ તરફ કાલાવડ તાલુકાની નાકા બહારની જૂદી જૂદી સોસાયટીમાં તેમજ ગુલાબનગર સહિતના વિસ્તારોમાં 37 જેટલી વીજ ચેકિંગની ટુકડી ત્રાટકી હતી. જેને લઈને વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ વીજ ચેકિંગ ટુકડી દ્વારા મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેને લઈને વીજચોરોમાં ફફડાટ મચી ગયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">