Jamnagar : શેલ્ટર હોમ શોભાના ગાંઠિયા સમાન ! નિભાવ ખર્ચના અભાવે જામનગરનુ રેનબસેરા ખાલીખમ

આ શેલ્ટર હોમમાં નવા આવેલા બ્લૅન્કેટ, ચાદર, ઓશિકા જેવી વસ્તુઓનો થોડો જથ્થો પણ ઉપલબ્ધ છે. પરંતુ ગ્રાન્ટ ન આવતા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 11:22 AM

કડકડતી ઠંડીમાં ફુટપાથ કે જાહેરમાં રહેતા લોકો માટે રેનબસેરા આશિર્વાદરૂપ હોય છે. એવામાં જામનગર મનપાએ બેડેશ્વર વિસ્તારમાં 1.61 કરોડના ખર્ચે શેલ્ટર હોમ બનાવ્યુ તો ખરુ, પરંતુ નિભાવ ખર્ચની ગ્રાન્ટના અભાવે આ શેલ્ટર હોમ, શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આ શેલ્ટર હોમમાં નવા આવેલા બ્લૅન્કેટ, ચાદર, ઓશિકા જેવી વસ્તુઓનો થોડો જથ્થો પણ ઉપલબ્ધ છે. પરંતુ ગ્રાન્ટ ન આવતા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

કરોડોના ખર્ચે બન્યું છે શેલ્ટર હોમ

અહીં 224 લોકો રહે તેવી વ્યવસ્થા છે. જો કે માત્ર 30 થી 50 લોકો થોડા સમય આવીને જતા રહે છે. એવામાં રેનબસેરાનો તાત્કાલિક ઉપયોગ થાય તે માટે આમ આદમી પાર્ટીના નેતાઓએ પાલિકા પાસે માગ કરી છે. તો બીજી તરફ રેનબસેરાના મેન્ટેન માટે 1.92 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. જે ગ્રાન્ટના 40 ટકા એટલે કે 76.80 લાખ રૂપિયનો પ્રથમ હપ્તો આવ્યા બાદ તેનો વપરાશ શરૂ કરાશે. તેવું સત્તાધિશોએ નિવેદન આપ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">