Rajkot: જીવનું જોખમ છે ગમે ત્યારે જર્જરિત મકાનો તૂટી પડે તેવી સ્થિતિ છે. તેમ છતાં જર્જરીત આવાસોમાં ગરીબો જીવન જીવવા મજબૂર બન્યા છે. આ વ્યથા છે રાજકોટના વોર્ડ નંબર 3માં આવેલા સ્લમ ક્વાટર્સની. જ્યાં 240 આવાસો જર્જરિત છે અને સમગ્ર રાજકોટમાં 470થી વધુ જર્જરિત આવાસો છે. ત્યાં રહેનારા મોટાભાગના કોર્પોરેશનના સફાઈકર્મચારીઓ છે. તેમનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા તેમની કોઈ વાત સાંભળવામાં નથી આવતી.
ચોમાસું આવે ત્યારે ફક્ત નોટિસ ફટકારીને કામ ચલાવી લેવાય છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવતી. સ્થાનિકોની ફક્ત એક જ માગ છે કે આવાસો બને ત્યાં સુધી ભાડું નહીં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.
શાસકોનો દાવો છે કે બે વર્ષ પહેલા જ આવાસો બની જવાના હતા. પરંતુ સ્થાનિકો મકાન છોડીને ભાડે રહેવા તૈયાર નહોતા. કોર્પોરેશન ભાડું ચૂકવી શકે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી શકે. શાસકોએ દાવો કર્યો કે આજે પણ જો સ્થાનિકો ભાડે રહેવા તૈયાર હોય તો આવાસ યોજના અમલી બનવામાં વિલંબ નહીં થાય.
આ પણ વાંચો : Rajkot: વિરાણી સ્કૂલ ટ્રસ્ટનો વકર્યો વિવાદ, ચેરિટી કમિશનરે આપ્યો મહત્વનો ચુકાદો, જુઓ Video
કોંગ્રેસે સત્તાધીશો પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગ કરી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે શાસકોને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કામ થતું નથી. ભાજપના શાસકો ફક્ત મોટી-મોટી વાતો જ કરે છે.
રાજકોટ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો