Gujarati Video : બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા બાજરીના પાકને નુકસાન

|

Jun 04, 2023 | 9:37 AM

Rain Breaking : આજે વહેલી સવારથી જ બનાસકાંઠા પંથકમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા  (Banaskantha ) જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ બનાસકાંઠા પંથકમાં વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના પાલનપુર, અમીરગઢ, દાંતામાં છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Banaskantha: ભાભરમાં બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો, જુઓ Video

ડીસા, વડગામ સહિત અલગ અલગ જગ્યાએ પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેતરમાં બાજરીનો ઉભો પાક પાલળી જતા પાકને નુકસાન થયુ છે.

તો બીજી તરફ આજે વહેલી સવારે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેમાં બોપલ, ઘુમા, એસજી હાઈવે, ઈસ્કોન,સેટેલાઈટ, શિવરંજની, વેજલપુર, આંબાવાડીમાં વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video