હિરણ નદીમાં પ્રદૂષણ અંગે જાહેર હીતની અરજી કરવામાં આવી હતી. તેમાં ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ તાલાલા નગર પાલિકાએ સોગંદનામુ રજૂ કર્યું હતું. તાલાલા પાલિકાના સોગંદનામામાં મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે વીજબિલ બાકી હોવાથી STP પ્લાન્ટને વીજ કનેક્શન આપવા PGVCLએ ઇન્કાર કર્યો હતો. અગાઉ PGVCLએ બાકી વીજબીલની ભરપાઈ માટે નોટિસ પાલિકાને પાઠવી હતી
તાલાલા નગરપાલિકાએ PGVCLને વીજળી આપવા માટે વિંનતી કરી હતી અને વીજ બિલ બાકી હોવા છતાં વીજ જોડાણ આપવા માટે નગર પાલિકાએ આજીજી પણ કરી છે. જોકે અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે લાંબા સમય સુધી 7.89 કરોડ રૂપિયાનું વિજ બિલ શા માટે બાકી રાખવામાં આવ્યું
નોંધનીય છે કે હીરણ નદીમાં તાલાલા નગરપાલિકા દ્વારા સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વિના કેમિકલ યુક્ત ગટરનું ગંદુ પાણી નાખવામાં આવે છે. તેને કારણે હિરણ નદી પ્રદૂષિત થઈ છે અને તેમાં વસવાટ કરતા પ્રાણી અને વન્ય પ્રાણી-પશુ જેવા અનેક જીવને અને હજારો પરિવાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. થોડા સમય પહેલા પ્રદૂષિત પાણીના કારણે હિરણ નદીમાં માછલીઓના મોત થયા હોવાની ઘટના પણ સામે આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…