Gujarati Video : અમરેલીમાં નેશનલ હાઈવે પર ભ્રષ્ટાચારના ગાબડા અંગે TV9ના અહેવાલની અસર, વહીવટીતંત્ર થયુ દોડતુ

|

Jul 30, 2023 | 3:45 PM

Amreli: અમરેલીમાં ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે પરનો બ્રિજ શરૂ થયાના એક જ મહિનામાં બેસી જવા અંગે tV9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો. tv9 દ્વારા પ્રસારિત આ અહેવાલ ધારદાર સાબિત થયો છે અને વહીવટી અધિકારીઓ દોડતા થયા છે.

Amreli અમરેલીમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે (National Highway) પર બ્રિજ બેસવાની ઘટના અંગે tv9ના અહેવાલની અસર થઇ છે. ફરી ભ્રષ્ટાચારના ગાબડા અંગે ટીવીનાઇનનો અહેવાલ અસરદાર સાબિત થયો છે. બ્રિજ બેસવાની ઘટના અંગે ટીવીનાઇને અહેવાલ પ્રસારિત કર્યા બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે અને તાત્કાલિક બ્રિજ પર બે JCB મશીનની મદદથી સમારકામ શરૂ કરાયું છે.

એક જ મહિનામાં બ્રિજમાં પડી મસમોટી તિરાડ

મહત્વનું છે કે જાફરાબાદના દુધાળા ગામ નજીક એક મહિના પહેલા જ કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા બ્રિજમાં એક જ મહિનામાં તિરાડો પડતા એક તરફનો રસ્તો બંધ કરાયો છે. એટલું જ નહીં લોકોનો આક્ષેપ છે કે બ્રિજના નિર્માણ સમયે મસમોટા ભ્રષ્ટાચારને કારણે તિરાડો પડી છે. બ્રિજની ગુણવત્તાને લઈને પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યાં હતા.

આ પણ વાંચો : Gujarati Video:અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના બ્રિજમાં ગોબાચારી આવી સામે, એક જ મહિનામાં બેસી ગયો ઓવરબ્રિજ

tv9એ નિભાવી સામાજિક જવાબદારી, અહેવાલ બાદ અધિકારીઓ થયા દોડતા

આપને જણાવી દઈએ કે માત્ર એક જ મહિનામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ નબળી ગુણવત્તાનો પુરવાર થયો છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ છે કે આ બ્રિજ વન વે થતા ભાવનગર સોમનાથથી આવતા અનેક લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. tv9 એ સ્થાનિકોની સમસ્યાને વાચા આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. સ્થાનિકોની માગ હતી કે બ્રિજનું સત્વરે સમારકામ કરવામાં આવે, ત્યારે tv9ના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા અને બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:14 pm, Sun, 30 July 23

Next Video