Gujarati Video : IMAએ રાઈટ ટુ હેલ્થ બિલને ગેરબંધારણીય ગણાવ્યુ, ગુજરાતની 110 શાખા વિરોધમાં જોડાઈ

|

Mar 28, 2023 | 7:08 AM

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની 1700 શાખા અને ગુજરાતની 110 શાખા આ વિરોધમાં જોડાઈ છે. રાજસ્થાન સરકારના આરોગ્ય અધિકાર બિલને IMAએ ગેરબંધારણીય ગણાવ્યો છે.

રાજસ્થાન સરકારે પસાર કરેલા આરોગ્ય અધિકાર બિલ સામે આખા દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના મેડિકલ એસોસિએશને પણ કાળી રિબિન પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની 1700 શાખા અને ગુજરાતની 110 શાખા આ વિરોધમાં જોડાઈ છે. રાજસ્થાન સરકારના આરોગ્ય અધિકાર બિલને IMAએ ગેરબંધારણીય ગણાવ્યો છે. આરોગ્ય અધિકાર બિલનો બળજબરીપૂર્વક અમલ કરવાથી ખાનગી આરોગ્ય સેવાઓને અવરોધ આવે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો : Gujarati video: યુવરાજસિંહે સાવરકુંડલામાંથી ધોરણ 12નું કોમ્પ્યુટરનું પેપર લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરી

ગુજરાતના 33 હજાર તબીબોનો વિરોધ

રાજસ્થાન સરકારે પસાર કરેલા રાઈટ ટુ હેલ્થ બિલનો ગુજરાતના તબીબો વિરોધ કરશે. ગુજરાતના 33 હજાર તબીબો કાળી રિબિન પહેરીને કામ કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશભરમાં વિરોધનું એલાન કરવામાં આવ્યુ છે. જેથી ગુજરાતના તબીબો આજે કાળો દિવસ મનાવશે. રાજસ્થાનમાં પસાર થયેલા બિલના કારણે ખાનગી આરોગ્ય સેવાને મોટી અડચણ ઉભી થશે તેવો તબીબોનો અભિપ્રાય છે. આ બિલના કારણે ખાનગી હોસ્પિટલોને પગાર ચુકવવાના પણ ફાંફા થઈ શકે છે. ગુજરાતમાં તબીબો આગામી દિવસોમાં હડતાળ સહિતના કાર્યક્રમોનું પણ એલાન કરવામાં આવી શકે છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video