Gujarati Video : IMAએ દેશભરમાં વિરોધનું કર્યુ એલાન, ગુજરાતના તબીબો પણ કાળી રિબિન પહેરીને કરશે વિરોધ

| Edited By: | Updated on: Mar 27, 2023 | 12:15 PM

ગુજરાતના 33 હજાર તબીબો કાળી રિબિન પહેરીને કામ કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશભરમાં વિરોધનું એલાન કરવામાં આવ્યુ છે. જેથી ગુજરાતના તબીબો આજે કાળો દિવસ મનાવશે. રાજસ્થાનમાં પસાર થયેલા બિલના કારણે ખાનગી આરોગ્ય સેવાને મોટી અડચણ ઉભી થશે તેવો તબીબોનો અભિપ્રાય છે.

રાજસ્થાન સરકારે પસાર કરેલા રાઈટ ટુ હેલ્થ બિલનો ગુજરાતના તબીબો વિરોધ કરશે. ગુજરાતના 33 હજાર તબીબો કાળી રિબિન પહેરીને કામ કરશે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશભરમાં વિરોધનું એલાન કરવામાં આવ્યુ છે. જેથી ગુજરાતના તબીબો આજે કાળો દિવસ મનાવશે.

આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો

રાજસ્થાનમાં પસાર થયેલા બિલના કારણે ખાનગી આરોગ્ય સેવાને મોટી અડચણ ઉભી થશે તેવો તબીબોનો અભિપ્રાય છે. આ બિલના કારણે ખાનગી હોસ્પિટલોને પગાર ચુકવવાના પણ ફાંફા થઈ શકે છે. ગુજરાતમાં તબીબો આગામી દિવસોમાં હડતાળ સહિતના કાર્યક્રમોનું પણ એલાન કરવામાં આવી શકે છે.

બનાસકાંઠામાં તબીબ સામે સ્થાનિકોનો રોષ

તો બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજના તાલુકા મથકે તબીબ સામે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો. શિહોરી સામુહિક કેન્દ્રના તબીબો યોગ્ય જવાબ ન આપતા લોકોએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે તબીબની બદલીની માગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે આ પહેલા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા હાલ લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો હતો.

Published on: Mar 27, 2023 11:41 AM