Gujarati Video: વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટના અંગે IBએ આપ્યા ઈનપુટ, પોલીસ પર ઈનપુટ્સને હળવાશથી લેવાનો આરોપ

Gujarati Video: વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટના અંગે IBએ આપ્યા ઈનપુટ, પોલીસ પર ઈનપુટ્સને હળવાશથી લેવાનો આરોપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 3:52 PM

Vadodara: વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસની ચૂક અંગે પણ SIT તપાસ કરી શકે છે. શહેર પોલીસ પર IBના ઈનપુટ્સને હળવાશથી લેવાનો આરોપ લાગ્યો છે.

વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રામાં થયેલ પથ્થરમારાની ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે SITની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ, ઘટના પાછળ કોનો દોરી સંચાર હતો એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે. તો બીજી તરફ શહેર પોલીસની ચૂક અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.

સૌથી મોટો સવાલ એ પણ છે કે રાજ્ય પોલીસ વડાનો સ્પષ્ટ આદેશ અને IBનું એલર્ટ હોવા છતા શોભાયાત્રા દરમિયાન હિંસા કેવી ફાટી નીકળી? શું શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા પૂર્વ આયોજિત કાવતરુ હતુ કે કેમ તે તપાસનો વિષય છે. જો કે સૌથી મોટો તપાસનો વિષય એ છે કે શું વડોદરા શહેર પોલીસ ઉંઘતી ઝડપાઇ છે?

રામનવમીની શોભાયાત્રાને લઈને રાજ્યના પોલીસ વડાએ શહેર પોલીસને એલર્ટ રહેવાના આદેશ આપ્યા હતા, ખુદ ઇન્ટેલિજન્સ બ્યુરોએ પણ પોલીસને સતર્ક રહેવાના ઇનપૂટ આપ્યા હતા. છતાં શોભાયાત્રા દરમિયાન નાનામોટા છમકલા થયા. દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે પોલીસ મંજૂરી સાથે યોજવામાં આવેલી શોભાયાત્રાને ખુદ પોલીસ જ રક્ષણ ન આપી શકી.

આ પણ વાંચો: Gujarati Video : વડોદરામા શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાના ઘેરા પ્રત્યાઘાત, ધારાસભ્ય કેયૂર રોકડીયાએ કહી આ વાત

શોભાયાત્રા દરમિયાન અચાનક જ કાંકરીચાળો થાય છે અને દોડધામ મચી જાય છે. અહીં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સ્પષ્ટ ગેરહાજરી વર્તાઇ રહી છે. જો ફતેપુરા સંવેદનશીલ અને હિંસા માટે બદનામ વિસ્તાર છે, તો કેમ કોઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે નહોતા દેખાતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી ક્યાં હતી. કયા લોકેશન પર પોલીસ અધિકારીઓ તૈનાત હતા? ઉચ્ચ પોલીસ અધિકારીઓનું હિંસા સમયે લોકેશન ક્યાં હતું? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે SITની રચના કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">