Gujarati Video : બિપોરજોય વાવાઝોડામાં બાગાયતી પાકને થયેલ નુક્સાનની સહાય ટૂંક સમયમાં જાહેર કરાશે

|

Jul 07, 2023 | 11:28 PM

ઘેડ પંથકમાં થયેલા ખેતીના નુક્સાનને લઈ સરવે કરાશે અને તે મુજબ સહાય ચૂકવાશે. રાઘવજી પટેલે કહ્યું કે- ઓઝત નદી બાબતે સ્થાનિક ધારાસભ્યને સાથે રાખીને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરવામાં આવી છે અને ઓઝત નદીને ઊંડી કરવા રજૂઆત કરવામાં આવી છે

Rajkot : બિપોરજોય વાવાઝોડાના(Biparjoy)  કારણે જે ખેડૂતોના(Farmers)  બાગાયતી પાકને નુક્સાન થયું છે. તેમને ટૂંક સમયમાં જ મળશે સહાય.સરવેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ સરકાર સહાયની જાહેરાત કરશે.. આ માહિતી કૃષિપ્રધાન રાઘવજી પટેલે આપી છે.. રાજકોટમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ.

ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવા અંગે પણ ચર્ચા કરવામાં આવી

જેમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ, સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા. બેઠકમાં જમીન માપણી સહિત ખેડૂતોના વિવિધ પ્રશ્નો, સાંસદો અને ધારાસભ્યોના પ્રશ્નો બાબતે ચર્ચા થઈ અને બિપોરજોય વાવાઝોડા બાદ તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી તો બીજી તરફ ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી ફરી વળવા અંગે પણ ચર્ચા કરવામાં આવી.

આ પણ વાંચો : Surat માંથી કસ્ટમ એજન્ટ કિરણ ભાનુશાળીની 1.54 કરોડની ડ્યુટી ચોરીમાં ઈકોસેલે ધરપકડ કરી

ઘેડ પંથકમાં થયેલા ખેતીના નુક્સાનને લઈ સરવે કરાશે અને તે મુજબ સહાય ચૂકવાશે. રાઘવજી પટેલે કહ્યું કે- ઓઝત નદી બાબતે સ્થાનિક ધારાસભ્યને સાથે રાખીને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરવામાં આવી છે અને ઓઝત નદીને ઊંડી કરવા રજૂઆત કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video