Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરેન્દ્રનગર ડબલ હત્યાના કેસમાં ગૃહવિભાગે લીધા આકરા પગલા, જામનગર SPની આગેવાનીમાં SITની કરાઇ રચના

Gujarati Video : સુરેન્દ્રનગર ડબલ હત્યાના કેસમાં ગૃહવિભાગે લીધા આકરા પગલા, જામનગર SPની આગેવાનીમાં SITની કરાઇ રચના

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 12:43 PM

સુરેન્દ્રનગર જૂથ અથડાણમાં બનેલી ડબલ હત્યા કેસમાં પરિવારજનોને સમજાવવા માટે ગઈકાલથી નેતાઓ અને પોલીસ મથામણ કરી રહ્યા છે. આજે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને કલેક્ટર સમાજના આગેવાનોને મૃતદેહ સ્વીકારવા સમજાવી રહ્યા છે, પરંતુ પરિવારજનો હજુ માન્યા નથી.

Surendranagar : સુરેન્દ્રનગરના સમઢીયાળામાં બે સગા દલિત ભાઈઓની હત્યા (Double murder ) કેસમાં પરિવારજનોએ હજુ પણ બંનેના મૃતદેહ સ્વીકાર્યા નથી. ત્યારે બીજી તરફ આ કેસમાં ગૃહવિભાગે (Home Department) આકરા પગલા લીધા છે. જામનગર SPની આગેવાનીમાં SITની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarati Video : જૂનાગઢના કેશોદમાં ક્રેઇન અને મોપેડ વચ્ચે અકસ્માત, એકનું મોત

સુરેન્દ્રનગર જૂથ અથડાણમાં બનેલી ડબલ હત્યા કેસમાં પરિવારજનોને સમજાવવા માટે ગઈકાલથી નેતાઓ અને પોલીસ મથામણ કરી રહ્યા છે. આજે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને કલેક્ટર સમાજના આગેવાનોને મૃતદેહ સ્વીકારવા સમજાવી રહ્યા છે, પરંતુ પરિવારજનો હજુ માન્યા નથી. બંને ભાઈઓના મૃતદેહ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. પરિવારની માગ છે કે આરોપીઓને જલદીમાં જલદી ઝડપી પાડવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે.

મહત્વનું છે કે ઘટનાને લઈ દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. સમાજના લોકોએ ગઈકાલે ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને પગલે આજે હોસ્પિટલમાં સુરેન્દ્રનગર પોલીસ, રાજકોટ અને જામનગરના એસપી, મોરબી જિલ્લાના DySP, પીઆઈ સહિતનો પોલીસ કાફલો તહેનાત છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">