Gujarati Video: કોરોના કાળમાં અભ્યાસ પૂર્ણ ન કરી શકનારા વિદ્યાર્થીઓની કરાશે મદદ, બાળકોને શોધી શાળામાં પ્રવેશ લેવા સમજાવાશે

|

Feb 05, 2023 | 11:51 PM

Ahmedabad: અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જેમા કોરોનાકાળ દરમિયાન ધોરણ 1થી 12 સુધીના એવા વિદ્યાર્થીઓ જેમનો અધવચ્ચેથી અભ્યાસ છુટી ગયો હોય તેમને RTE અંતર્ગત ફરીથી શાળાએ મોકલવામાં આવશે.

કોરોના કાળમાં ધોરણ-1થી 12નું શિક્ષણ પૂરૂ ન કરી શકનાર વિદ્યાર્થીઓને ફરીથી ભણાવવામાં આવશે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ પ્રયાસ હાથ ધરાયો છે. ધોરણ-1થી 12માં જે વિદ્યાર્થીઓનો અભ્યાસ અધ-વચ્ચેથી કોઈ કારણસર છૂટી ગયો હોય તેમને ફરીથી શાળામાં મોકલવામાં આવશે.

અત્યાર સુધી અમદાવાદ શહેરમાં 54 વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવ્યા છે. જેમને ધોરણ 1થી12 વચ્ચે અધૂરો અભ્યાસ મૂક્યો હતો. સૌથી પહેલા આવા વિદ્યાર્થીઓને શોધી તેમને શાળામાં પ્રવેશ લેવા માટે સમજાવવામાં આવશે. વિદ્યાર્થીઓ રૂટીન શાળામાં જવા તૈયાર ન હોય તેમને ઓપન બોર્ડ સ્કૂલમાં પ્રવેશ કરાવીને બોર્ડની પરીક્ષા અપાવાશે.

5000 શક્ષકોના ખાતામાં એક સપ્તાહમાં જમા થઈ જશે પગાર

આ તરફ અમદાવાદમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળામાં કામ કરતા હંગામી  ધોરણે કામ કરતા શિક્ષકોના પગાર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જેના પગલે ચારથી પાંચ હજાર શિક્ષકોના ખાતામાં એક અઠવાડિયામાં જ બાકી રહેલો પગાર જમા થઈ જશે. રાજ્ય સરકારે 2016થી ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટને પહોંચી વળતા પ્રવાસી શિક્ષકોની ભરતી શરૂ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના એરપોર્ટ પર પ્રવાસીઓની પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવા નવો પ્રયાસ, બારકોડ સિસ્ટમ કરાઈ કાર્યરત

રાજ્ય સરકાર દ્વારા હંગામી શિક્ષકોની ભરતી કરવામાં આવી તે  શિક્ષકો માટે દિવસના મહત્તમ પાંચ પીરિયડ નક્કી કરાયા હતા.  આ શિક્ષકો તે પ્રમાણે કામ પણ કરતા હતા તો પણ છેલ્લા થોડા સમયથી તેમનો  પગાર જમા થતો  ન હતો.  જો કે હવે આ  પગારની ગ્રાન્ટ મળતા શિક્ષકોને પગાર મળી જશે.  સમસ્યા અંગે શિક્ષકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી.

 

 

Next Video