Junagadh : જૂનાગઢ જિલ્લામાં મેઘતાંડવ(Rain) થતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેર તેમજ તાલુકાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ગણતરીની કલાકોમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. નદી નાળાઓમાં પૂરની સ્થિતિ છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી ભયાવહ સ્થિતિ છે.
જેમાં ગણતરીની કલાકમાં 12 ઈંચ વરસાદથી સમગ્ર પંથકમાં પાણી ભરાઈ ગયા છે.રસ્તા પરથી પાણી એવી રીતે વહી રહ્યું છે જાણે નદીં હોય,ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે
જૂનાગઢમાં વરસાદની સ્થિતિને પહોંચી વળતા તંત્ર સજ્જ છે. જેમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા તંત્રની તમામ તૈયારી છે. જેના પગલે માંગરોળમાં એક SDRFની ટીમને ખડેપગે રાખવામાં આવી છે વધુ એક NDRFની ટીમ રાજકોટથી માંગરોળ પહોંચશે .
જેમાં ભારે વરસાદને કારણે ત્રણ તાલુકા વધુ પ્રભાવિત થયા છે. તેમજ જૂનાગઢમાં મેઘતાંડવથી ભારે તબાહી મચી છે. ભારે વરસાદને કારણે જિલ્લાના 44 રસ્તા બંધ થયા છે.