Gujarati video: પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ video

|

Apr 30, 2023 | 7:52 PM

સતત બીજા દિવસે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત રહ્યો હતો. ખેડૂતો માટે આ વરસાદ નુકસાનીનો વરસાદ સાબિત થશે. માવઠું પડતા ઉનાળુ પાક બગડવાની ભીતી સેવાઈ રહી છે.

ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે પાટણ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. સતત બીજા દિવસે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત રહ્યો હતો. ખેડૂતો માટે આ વરસાદ નુકસાનીનો વરસાદ સાબિત થશે. માવઠું પડતા ઉનાળુ પાક બગડવાની ભીતી સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Gujarati Video: બજાર વચ્ચે બે આખલા બાખડતા, દુકાનદારોના સામાનને નુકસાન, જુઓ Video

અમદાવાદમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં એસ.જી હાઇવે, ગોતા, જગતપુર રોડ, નિકોલ જેવા વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે આકરી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video